GSTV
Home » News » શ્રદ્ધા કપૂરે અચાનક લઇ લીધો લગ્ન કરવાનો નિર્ણય, જાણો કોણ બનશે શક્તિ કપૂરનો જમાઇ

શ્રદ્ધા કપૂરે અચાનક લઇ લીધો લગ્ન કરવાનો નિર્ણય, જાણો કોણ બનશે શક્તિ કપૂરનો જમાઇ

Shraddha Kapoor

રણબીર-આલિયા, વરુણ-નતાશાના લગ્નની વાતો ચાલી રહી છે, હવે એમાં શ્રદ્ધા કપૂરનું નામ પણ સામેલ થઇ ગયું છે. શ્રદ્ધા બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરવાની છે તેવી ચર્ચા થઇ રહી છે. ફરહાન અખ્તર સાથેના બ્રેકઅપ બાદ શ્રદ્ધાનું નામ ફોટોગ્રાપર રોહન સાથે જોડાયું છે. તે વારંવાર તેની સાથે પાર્ટીઓમાં દેખાઇ રહી છે. અત્યાર સુધી તેમણે પોતાના સંબંધો મીડિયાથી છુપાવી રાખ્યા હતા, પરંતુ હવે વાત બહાર આવી હઇ છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, ” રોહન શ્રેષ્ઠા સાથે શ્રદ્ધા એક વરસથી ડેટ કરી રહી છે. બન્ને એંકકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખે છે. ફરહાન સાથેના બ્રેકઅપ બાદ શ્રદ્ધાએ રોહન સાથે  મિત્રતા કરી જે પ્રેમમાં પરિણમી છે. શ્રદ્ધાના માતા-પિતા ઇચ્છે છે કે, તે જલગી જ રોહન સાથે પોતાના સંબંધનું નામ આપે. આવતા વરસ સુધીમાં આ પ્રેમીપંખીડા લગ્ન કરે તેવી શક્યતા છે.

રોહન શ્રેષ્ઠા નેપાલી યુવક છે અને એક સારો ફોટોગ્રાફર છે. તેણે બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ તેમજ અભિનેતાઓના ફોટો સેશન કર્યા છે. તેણે આંતરરાષ્ટ્રીય સામાયિક માટે પણ કામ કરે છે. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરે ઇન્ટરનેશનલ ટેનિસ સ્ટાર સાઇના નેહવાલની બાયો-ફિલ્મ છોડી દીધી હોવાની માહિતી મળી હતી. સાઇનાની આ ફિલ્મ  લગભગ છેલ્લાં દોઢ બે વર્ષથી ચર્ચામાં હતી. શ્રદ્ધા સાઇનાના ખુદના નિરીક્ષણ હેઠળ આકરી તાલીમ લઇ રહી હોવાના સમાચારો પણ વહેતા થયા હતા. 

સાથોસાથ એવા અહેવાલ પણ વહેતા થયા હતા કે શ્રદ્ધાની છેલ્લી બે ત્રણ ફિલ્મો ફ્લોપ નીવડવાથી સાઇના નેહવાલની બાયો-ફિલ્મના સર્જકો અન્ય અભિનેત્રીને લેવાનો વિચાર કરી રહ્યા હતા. ખાસ કરીને શ્રદ્ધાનની દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરની બાયો-ફિલ્મ ભૂંડે હાલે પીટાઇ ગઇ ત્યારબાદ આ વાત આવી હતી.

લેટેસ્ટ સમાચાર એેવા છે કે ખુદ શ્રદ્ધાએ આ ફિલ્મ છોડી દીધી હતી અને એ માટે પોતાની અન્ય ફિલ્મોના શૂટિંગની તારીખો ક્લેશ થતી હોવાનું બહાનું આગળ કર્યું હતું. ફિલ્મ સર્જકોએ શ્રદ્ધાના સ્થાને પરિણિતી ચોપરાને આ ફિલ્મ માટે પસંદ કરી હતી. શ્રદ્ધા હાલ બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મમાં ચમકી રહી છે. સાહો ફિલ્મ હાલ પોસ્ટ પ્રોડકશનમાં હોવાનું કહેવાય છે.

Read Also

Related posts

આ શું? જાહેરમાં જ સોમન કપૂરનો પતિ પગમાં પડીને શું કરી રહ્યો છે!

Alpesh karena

નોકરી બદલતી વખતે તરત જ PFની રકમ ઉપાડવી જોઇએ નહીં, જાણી લો ફાયદામાં રહેશો

Bansari

KKR Vs RCB આજે મુકાબલો, વિરાટની ટીમ હારશે તો પ્લેઓફની દોડમાંથી બહાર

Arohi