GSTV
Bollywood Entertainment Trending

લિફ્ટમાં જ્યારે કોઈ ન હોય ત્યારે શ્રદ્ધા કપૂર કરવા લાગે છે આ કામ…

બોલિવુડ એક્ટ્રેસ અને આશિકી ગર્લ શ્રદ્ધા કપૂર હાલ ફિલ્મ સાહોને લઈ ઘણી જ ચર્ચામાં છે. ત્યારે એક્ટ્રેસની વારંવાર એક પોઝ સાથેની તસવીર વાઈરલ થતી હોય છે. શ્રદ્ધા કપૂર જ્યારે પણ લીફ્ટમાં બેસે ત્યારે એક સેલ્ફી અચૂક લે છે અને એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે. ત્યારે ફરી એક વખત શ્રદ્ધાએ પોતાના અલ્ટિમેટ પોઝને લીફ્ટમાં દોહરાવી તસવીર શેર કરી હતી. જેમાં તે લીફ્ટમાં દેખાઈ રહી છે.

હાલ શ્રદ્ધા ફિલ્મ સાહોના કારણે ચર્ચામાં છે જેમાં તેનો અપોઝીટ સાઉથ સુપરસ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ છે. આ ફિલ્મનું ટ્રેલર ગઈકાલે રિવીલ કરવામાં આવ્યું હતું જેમાં પ્રભાસ સાથે મોટાભાગના સીન્સમાં શ્રદ્ધા એક્શન પેક્ડ અવતાર સાથે જોવા મળી હતી.

જો કે શ્રદ્ધા આ પહેલા બાગી ફિલ્મમાં એક્શન પેક્ડ સીન્સ ફિલ્માવી ચૂકી છે. જેમાં તેની સાથે લીડ સ્ટાર તરીકે ટાઈગર શ્રોફ હતો. આ ફિલ્મ પણ પ્રભાસની જ તેલુગુ ફિલ્મ વર્ષમની રિમેક હતી. જે પછી લાંબા સમયે શ્રદ્ધાએ એ રિમેકના રિયલ હિરો પ્રભાસ સાથે કામ કર્યું છે.

શ્રદ્ધા પોતાની લીફ્ટની તસવીરોને લઈ વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે શ્રદ્ધાએ ઘણી વખત પોતાના પિતા શક્તિ કપૂર સાથે પણ લીફ્ટમાં જ સેલ્ફી લીધી છે. એટલે કે કહી શકાય કે શ્રદ્ધા લીફ્ટમાં તસવીરો ખેંચવામાં માહિર છે.

શ્રદ્ધાની છેલ્લી કેટલીક ફિલ્મોની વાત કરવામાં આવે તો સ્ત્રી ફિલ્મ બાદ શ્રદ્ધા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. શ્રદ્ધાએ આ ફિલ્મમાં રાજ કુમાર રાવની અપોઝીટ કામ કર્યું હતું. જેમાં તેના કામને ક્રિટિક્સ દ્રારા પણ સરહવામાં આવ્યું હતું. જે પહેલા તેની હાફ ગર્લફ્રેન્ડ અને રોક ઓન 2 જેવી ફિલ્મો બોક્સઓફિસ પર કંઈ ચમત્કાર નહોતી કરી શકી. ત્યારે શ્રદ્ધાને પ્રભાસ સાથેની સાહો ફિલ્મથી ઘણી અપેક્ષાઓ છે.

READ ALSO

Related posts

ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષની ઊંઘ હરામ / મહિલા પહેલવાનોએ લગાવેલા આરોપો આવ્યા સામે

Hina Vaja

ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો

Siddhi Sheth

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth
GSTV