બૉલીવુડની આ 31 વર્ષીય અભિનેત્રી મેકઅપ વગર પણ લાગે છે સુંદર, Photos Viral

‘સ્ત્રી’ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સુંદરતા દિવસે-દિવસે નીખરી રહી છે. અહીં જણાવવાનુ કે બૉલીવુડના ખૂંખાર વિલનના રૂપમાં જાણીતા બનેલા અભિનેતા શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર 31 વર્ષની થઈ ગઈ છે. શ્રદ્ધા સારી રીતે જાણે છે કે તેમણે સોશિયલ મીડિયા અને તેના પ્રશંસકો વચ્ચે ચર્ચામાં કેવીરીતે રહેવાનુ છે. તેઓ દરેક ક્ષણે પોતાના લુક અને સ્ટાઇલથી પોતાના પ્રશંસકોને ચોંકાવતી રહે છે.

મેકઅપ વગર હૂરની પરી લાગી રહી હતી શ્રદ્ધા કપૂર

બૉલીવુડવા સ્ટાર્સને તો અવાર-નવાર એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવે છે. કારણકે તેઓ શૂટિંગ સંદર્ભે બહાર આવતા-જતા હોય છે. હાલમાં શ્રદ્ધા કપૂરને એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી. કેજ્યુઅલ લુક અને મેકઅપ વગર શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેનુ સૌદર્ય નીખરી રહ્યું હતું.

ફેશનેબલ આઉટફિટમાં જોવા મળી શ્રદ્ધા

હાલમાં એરપોર્ટ પર શ્રદ્ધા કપૂર ખૂબ જ સાદી જોવા મળી હતી, પરંતુ ફેશનેબલ આઉટફિટમાં સુંદર જોવા મળી હતી. તેમણે પોતાના આ લુકને ખૂબ કોન્ફિડન્ટલી સાચવીને રાખ્યુ હતું. શ્રદ્ધા પોતાના ફેશનેબલ સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સમાં હંમેશા સૌ કોઈને ઈમ્પ્રેસ કરી નાખે છે. હાલમાં પણ તેમણે પોતાની સુંદર અને સાદગીભરી અદાથી બધાનું દિલ જીતી લીધું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter