GSTV

આ છે શ્રદ્ધા કપૂરની નિખરી ત્વચાનું રહસ્ય,એક્ટ્રેસની આ ટિપ્સ ફૉલો કરશો તો ખીલી ઉઠશે તમારુ સૌંદર્ય

શ્રદ્ધા કપૂર

આપણી કેટલીક બોલીવૂડ અભિનેત્રીઓ વગર મેકઅપે પણ એટલી સુંદર દેખાતી હોય છે કે તેમના ચહેરા સામેથી નજર ખસેડવાનું મન ન થાય અને જ્યારે તેઓ મેકઅપ કરે ત્યારે તેમનું સૌંદર્ય  ઓર ખીલી ઉઠે. 

શ્રદ્ધા કપૂરની જ વાત કરીએ તો તે ગજબની ખૂબસુરત લાગે છે. એકીટશે જોતા રહી જાઓ એવો ચહેરો અને શિલ્પીએ કંડારી હોય એવી દેહ્યષ્ટિ. શ્રદ્ધાને આ સૌંદર્ય ભલે ઈશ્વરની દેન હોય, પણ તેની જાળવણી તો તે જાતે જ કરે છે. તે તેના સૌંદર્યનું રહસ્ય ઉઘાડતાં કહે છે…

જ્યાં સુધી ત્વચાની વાત છે ત્યાં સુધી હું દ્રઢપણે  માનું છું કે વધારે પડતાં ફેશ્યલ, સ્ક્રબિંગ કે અન્ય ટ્રીટમેન્ટ ત્વચાને સુંદર બનાવવાને બદલે તેની દાટ વાળી દે છે. બહેતર છે કે આવી સૌંદર્ય સારવાર ઓછા પ્રમાણમાં લેવામાં આવે. હા, હંમેશા હસતા રહેવું, ખુશ રહેવું. જો તમે ખુશ હશો તો તેની ચમક તમારા ચહેરા પર અચૂક દેખાશે.

શ્રદ્ધા કેશની માવજત  માટે કહે છે કે વાળમાં નિયમિત રીતે તેલ માલિશ કરવાથી તે મજબૂત અને ચમકદાર રહે છે. હા, હેર સ્પા કરાવવાથી વાળના મૂળિયાં વધુ મજબૂત બને છે. તે વધુમાં કહે છે કે મારા વાળ વાંકડિયા હોવાથી હું નિયમિત રીતે હેર સિરમનો ઉપયોગ કરું છું.

અભિનેત્રીના મતે નૃત્ય, ખેલકૂદ ફિટનેસ જાળવી રાખવા અત્યંત મહત્ત્વના છે. ડાન્સ અને સ્પોર્ટસથી મળતો વ્યાયામ અંગેઅંગને સ્ફૂર્તિલું બનાવે છે. તે કહે છે કે મને ડાન્સ કરવાનું, બાસ્કેટબોલ અને વૉલીબોલ રમવાનું અત્યંત પ્રિય છે. આ ઉપરાંત સ્કૂબા ડાઈવિંગ જેવા એડવેન્ચર સ્પોર્ટસમાં પણ મને બહુ મઝા આવે છે. તેને કારણે મારી કાયા કસાયેલી અને એકવડી રહે છે.

સ્વસ્થ-સુંદર રહેવામાં આહાર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. શ્રદ્ધા કહે છે કે સૌંદર્ય જાળવવા સૌથી પહેલા તમારા ખોરાકમાંથી જંક ફૂડની બાદબાકી કરો. રાત્રે આઠ વાગ્યા સુધી જમી લો અને ભોજનમાં પૂરતા પ્રમાણમાં રેષાવાળો તેમ જ પ્રોટીનયુક્ત આહાર લો.

Read Also

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!