GSTV
Home » News » આ પાંચને ભોગ ધરાવવાનું ન ભૂલતાં, નહી તો તમારું શ્રાદ્ધ રહી જશે અધૂરુ

આ પાંચને ભોગ ધરાવવાનું ન ભૂલતાં, નહી તો તમારું શ્રાદ્ધ રહી જશે અધૂરુ

શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ચુક્યા છે. આ દિવસો દરમિયાન લોકો પૂર્વજો પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે જેને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધના માધ્યમથી પૂર્વજોને ઉર્જા પ્રદાન કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ કરવાનો અધિકાર પુત્ર, પત્ની, ભાઈ, ભત્રીજા, પિતા, પૂત્રવધૂ, બહેન તમામને હોય છે. શ્રાદ્ધ કર્મ કરવાથી દરેકને તેના ફળ સ્વરૂપ જીવનમાં સફળતા અને પૂણ્ય પ્રાપ્ત થાય છે. 

માનવામાં આવે છે કે શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મુક્તિ અને ઉર્જા મળે છે. પિતૃ પક્ષમાં પિતૃઓને ધૂપ, ધ્યાન દ્વારા ભોજન અર્પણ કરવામાં આવે છે અને બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કર્મ ઉપરાંત પણ અન્ય એક મહત્વપૂર્ણ કાર્ય છે જે ખૂબ જરૂરી છે.  આ કર્મ છે પંચબલિ કર્મ. પંચબલિ કર્મમાં ગાય, કુતરા અને કાગડા માટે 5 સ્થાને ભોજન રાખવામાં આવે છે. 

1. પિતૃ પક્ષમાં જ્યારે તમે ગાયને ભોજન કરાવો તો આ વાતને ધ્યાનમાં રાખવી કે ઘરથી પશ્ચિમ દિશામાં ગાયને મહુઆના પાન પર જ ભોજન કરાવવું અને ગૌભ્યો નમ: કહી પ્રણામ કરવા.

2. બીજું ભોજન કુતરા માટે કાઢવું, પિતૃ પક્ષ દરમિયાન કુતરાને પણ પાન પર ભોજન કાઢી કરાવવું.

3. ત્રીજું ભોજન કાગડા માટે કાઢવું, કાગડાને અગાસી પર કે જમીન પર ભોજન રાખી કરાવવું. 

4. ચોથું ભોજન દેવતાઓને અર્પણ કરવું, દેવતાઓને પણ પત્તા પર ભોજન રાખી ભોગ ધરાવવો.

5. પાંચમું ભોજન કીડી, મકોડા જેવા જીવજંતુ માટે કાઢવું. શ્રાદ્ધનું ભોજન થઈ જાય ત્યારબાદ પાંચમો ભાગ તેમના માટે કાઢવો.

Read Also

Related posts

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

સમાગમ દરમિયાન પતિને એ વસ્તુમાં રસ હતો જે પત્નીને કરવામાં આવતી હતી ખૂબ જ શરમ આખરે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!