પોતાને ફ્રેશ રાખવા માટે આપણે દરરોજ સ્નાન કરીએ છીએ. કેટલાક લોકો દિવસમાં બે વાર અને કેટલાંક તો રાત્રે પણ ન્હાવાનું પસંદ કરે છે. શું તમે જાણો છો કે, સાચા સમયે ના ન્હાવું એ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ સિવાય અમુક લોકો શૉવર લેતાં સમયે પોતાની ત્વચાની ખોટી રીતે સફાઈ કરે છે, જેના કારણે સ્કીનને નુકસાન પહોંચે છે. આજે અમે તમને જણાવીશું કે, ખોટા સમયે શૉવર લેતા સમયે કઈ ભૂલ કરતાં બચવું જોઈએ.

આ વાતોનું રાખો ધ્યાન
શૉવર લેતાં સમયે શેવિંગ બિલકુલ ના કરવું જોઈએ. શૉવર આપણે જલ્દી લઈ લઈએ છીએ અને શેવિંગ માટે સ્કીનને તૈયાર થતાં થોડો સમય લાગી શકે છે. ત્વચા લગભગ 5 થી 7 મિનીટ સુધી ભીની થયાં બાદ કોમળ થાય છે અને શેવિંગ માટે તૈયાર થાય છે. જો તમે શૉવર લેતાં સમયે ઉતાવળમાં રેઝર ચલાવી દો છો તો તેનાથી તમને ઈજા થઈ શકે છે.
મેકઅપ ધોશો નહીં
ન્હાતા સમયે મેકઅપ ઉતારવાની ભૂલ ના કરશો. શૉવર લેતાં સમયે જો તમે પાણી નાખીને મેઅપ ઉતારવાની કોશિશ કરો છો, તો તેમાં મેકઅપ સંપૂર્ણ રીતે નીકળી શકતો નથી અને સ્કીન ડ્રાઇ થઈ જાય છે. ગરમ પાણીથી શૉવર લેતાં સમયે તમારો થાક દૂર થઈ જાય છે, પરંતુ સ્કીન ડેમેજ થવાનું જોખમ રહે છે, તેથી બને ત્યાં સુધી ગરમ પાણીથી ન્હાવાનું ટાળવું જોઈએ.

આ સમયે ન્હાવાથી બચો
જો તમને સુતા પહેલાં ન્હાવાની આદત છે તો તેનાથી તમારી તબિયત બગડી શકે છે. રાત્રે સુતા પહેલાં તમારા શરીરનું તાપમાન ઘટી જાય છે તેથી બેડ ટાઈમ અને બાથ ટાઈમમાં ઓછામાં ઓછું બે કલાકનું અંતર રાખો. સાથે તમે જે સમયે વર્કઆઉટ કે કસરત કરો છો તેની તુરંત પછી ન્હાવાનું ટાળો. વર્કઆઉટની તરત પછી ન્હાવાથી તમારું બ્લડ ફ્લો પ્રભાવિત થશે અને તમને ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળી શકે છે.
READ ALSO:
- ફિલિપાઈન્સ / 250 લોકોને લઈ જતી ફેરીમાં આગ લાગતા 12 જીવતા ભડથું, મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ
- Suhana Khan Agastya Nanda/ વાયરલ થયો ફલાઈંગ કિસનો વીડિયો, ચર્ચામાં આવ્યા સ્ટારકિડ્સ
- વિવિધ મંદિરોમાં ચોરી કરનાર માત્ર 19 વર્ષનો જુવાન, પોલીસ પણ મોડેસ ઓપરેન્ડી જાણીને અંચબામાં પડી ગઈ
- નવરાત્રી 2023: મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાના મહાઉપાય, જેમનાથી થશે દરેક મનોકામના પૂર્ણ
- રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર