GSTV

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Last Updated on August 2, 2021 by Zainul Ansari

કોરોના મહામારીના કારણે છેલ્લા એક વર્ષમાં લોકોને ઘણી તકલીફો વેઠવી પડી છે. કોઈની નોકરી જતી રહી છે, જો કોઈની નોકરી ચાલુ છે, તો પગારમાં કપાત થયો છે. એવામાં લોકોએ પોતાના ઘરના ખર્ચા ચલાવવા માટે જીવનભરની બચત કાઢી છે.

EPFના રૂપિયા કાઢવા પર ટેક્સ નહીં

સરકારે પણ આવી સ્થિતિને ગંભીરતાથી લીધી અને ટેક્સપેયર્સને રાહત આપવા માટે નિયમોમાં ફેરફાર કર્યા. જેમ કે- સરકારે લોકોને પરવાનગી આપી કે તેઓ તેમના EPFના રૂપિયા કાઢી શકે છે અને તેના પર કોઈ ટેક્સ પણ નહીં લાગે. જોકે આ EPFના રૂપિયા ટેક્સ ફ્રી છે, પરંતુ તેના માટે ઇનકમ ટેક્સ રિટર્નની જરૂર પડે છે. ઉપરાંત આવી બીજી પણ અનેક બાબતો છે, જેને ITR ભરતા સમયે તમારે ધ્યાન રાખવો પડશે.

સેલરી આવવામાં વિલંબ થાય તો ITRમાં શું કરો

કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવવી અને પગારમાં કપાત સિવાય, ઘણા લોકોને તેમનો પગાર સમયસર મળ્યો નથી. તેથી જ્યારે તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા જાઓ ત્યારે ધ્યાન રાખો કે તમે સેલરી ઇનકમ પર ટેક્સની યોગ્ય રકમ ચૂકવી છે. કારણ કે સામાન્ય રીતે કર્મચારીઓ ટેક્સ કપાતની વધારે ચિંતા કરતા નથી કારણ કે તેમના એમ્પ્લોયર તેમની જગ્યાએ આ કામ કરે છે.

જો કે જો ટેક્સ કાયદામાં કોઈ ભૂલ છે જેના કારણે તમારે ઓછો ટેક્સ ચૂકવવો પડે અથવા કંપનીએ ઓછો ટેક્સ કાપ્યો હોય, તો ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને નોટિસ મોકલી શકે છે અથવા પેનલ્ટી લગાવી શકે છે. તો ચાલો પહેલા સમજીએ કે સેલરી પર ટેક્સ કેવી રીતે લગાવવામાં આવે છે.

ધારો કે તમારી કંપનીએ માર્ચ માટે પગાર મોકૂફ રાખ્યો અને તેની ચુકવણી એપ્રિલમાં કરી, જે આગામી નાણાકીય વર્ષ છે, તો તેના પર માર્ચમાં ટેક્સ ચૂકવવો પડશે. પગારદાર વર્ગ પણ એડવાન્સ ટેક્સ ચૂકવે છે. તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે, એ જાણીને કે તમારી કંપની પગાર ચૂકવતા પહેલા જ ટીડીએસ કાપી લેશે.

હવે જો તમારી કંપનીએ પગારના તે ભાગ પર ટેક્સ કાપ્યો નથી કારણ કે પેમેન્ટ ટાળી દેવામાં આવ્યો હતો. ત્યારે કર્મચારીની જવાબદારી હોય છે કે તે એડવાન્સ ટેક્સ ભરે અથવા એ ભાગ પર સેલ્ફ એસેસમેન્ટ ટેક્સની ચુકવણી કરે. કારણ કે પગાર ડ્યુ બેસિસ પર કરપાત્ર છે. જો આ ન કરવામાં આવે તો, કર્મચારી પર વ્યાજ અને પેનલ્ટી લાદવામાં આવી શકે છે. આગામી નાણાકીય વર્ષમાં સ્થગિત પગારના ભાગ માટે એમ્પ્લોયર તરફથી કાપવામાં આવેલ ટીડીએસ રિફંડ તરીકે દાવો કરી શકાય છે.

PF એડવાન્સ લીધો છે તો ITRમાં બતાવો

ગયા વર્ષે કોરોનાને કારણે લોકોને રૂપિયાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, તેથી લોકોએ તેમના પ્રોવિડન્ટ ફંડના રૂપિયા પાછા કાઢ્યા હતા. સરકારે પીએફ ખાતામાંથી બે વાર રિફંડેબલ એડવાન્સ ઉપાડવાની સુવિધા પણ આપી છે. તેમાં, EPF સભ્ય તેના ત્રણ મહિનાની બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થા સમાન નોન-રિફંડેબલ એડવાન્સ મેળવી શકે છે. અથવા મેમ્બરના ક્રેડિટના 75 ટકા, જે પણ ઓછું હોય તે ઉપાડી શકે છે.

જો કે આ પ્રકારની સુવિધામાંથી ઉપાડેલા રૂપિયા ચોક્કસપણે કરમુક્ત હોય છે, પરંતુ તે કર્મચારીને તેના ITRમાં બતાવવું જરૂરી છે. આવા ઉપાડને ITR માં ‘exempt income’ તરીકે દર્શાવી શકાય છે. તેથી જો તમે ITR ફાઇલ કરવા જઇ રહ્યા છો તો આ બાબતોને ધ્યાનમાં રાખો.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!