GSTV
India News ટોપ સ્ટોરી

ઓગસ્ટ મહિનો પૂરો કરી બતાવો, ઝારખંડના સીએમ હેમંત સોરેનને ભાજપ સાંસદનો પડકાર

હેમંત સોરેન

ઝારખંડના સીએમ હેમંત સોરેન ઓગસ્ટ મહિનો પૂરો કરી બતાવે તેવો પડકાર ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફેંક્યો છે. દુબેના કહેવાનો બીજો અર્થ એ છે કે, હેમંત સોરેનના નેતૃત્વ હેઠળની ઝારખંડ મુક્તિ મોરચા સરકાર ઓગસ્ટ મહિનો પણ પૂરો નહી કરી શકે.

હેમંત સોરેન

દુબેએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, 31 ઓગસ્ટ સુધીમાં ઘણી ઉથલ પાથલ થઈ શકે છે. રાજ્યનુ ચિત્ર બદલાઈ શકે છે. દુમકા અને બરહેટ બેઠક પર પેટા ચૂંટણી પણ યોજવી પડે તો નવાઈ નહી. દુમકામાં ચાર દાયકાથી એક જ પરિવારનુ શાસન છે અને તે ખતમ થઈ શકે છે. કારણ કે રાજ્યમાં ગેરકાયેદસર માઈનિંગ, ભ્રષ્ટાચાર સહિતના મામલામાં ચુકાદો આવવાનો છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમત્રી સોરેન પર શેલ કંપનીઓ ચલાવવા માટે તેમજ ગેરકાયદેસર રીતે માઈનિંગ માટે લીઝ લેવાનો આરોપ છે. જેની સુનાવણી બુધવારે પૂરી થઈ ગઈ છે અને હવે સુપ્રીમ કોર્ટ તેના પર ચુકાદો આપશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે આ મામલામાં ઝારખંડ હાઈકોર્ટમાં તેની સુનાવણી કરવા પર રોક લગાવી દીધી છે.

જોકે ઝારખંડ મુક્તિ મોરચાએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે, ઝારખંડના મુંગેરીલાલ નિશિકાંત દુબેને ખબર નથી પડી રહી કે, સુપ્રીમ કોર્ટ શું કરી રહી છે. દુબેએ સપના જોવામાંથી બહાર આવવુ જોઈએ અને સાંભળવુ જોઈએ કે મુખ્યમંત્રી હેમંત સોરેન માટે સુપ્રીમ કોર્ટે શું કહ્યુ છે અને એ પછી તેમણે પોતાના પાપ જોવા માટે હરિદ્વાર જતા રહેવુ જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV