GSTV
India News લોકસભા ચૂંટણી 2019

વડાપ્રધાનમાં હિંમત હોય તો સાધ્વી પ્રજ્ઞાને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવાનું સાહસ દાખવે

Pragya Thakur maun vrat

ભાજપના ઉમેદવા સાધ્વી પ્રજ્ઞાએ નાથુરામ ગોડસે અંગે આપેલા નિવેદન બાદ એમપીના સીએમ કમલનાથે ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, ભાજપે સાધ્વી પ્રજ્ઞા વિરૂદ્ધ કડક પગલા ભરવા જોઈએ.  આ પહેલા પણ સાક્ષી મહારાજે પણ નાથુરામ ગોડસેને દેશભક્ત  ગણાવ્યા હતા. તેમ છતા ભાજપે તેમને ઉન્નાવથી ટિકીટ આપી અને તેમની વિરૂદ્ધ કોઈપણ કાર્યવાહી ભાજપે નથી કરી. ત્યારે સાધ્વી પ્રજ્ઞા વિરૂદ્ધ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી થવાની નથી. 

મહત્વપૂર્ણ છે કે, ગત દિવસે સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યુ હતુ કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા અને હંમેશા રહેશે. આ પ્રકારના નિવેદન બાદ સાધ્વી પ્રજ્ઞાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ભાજપના ભોપાલ બેઠક પર લોકસભાના ઉમેદવાર અને બોમ્બ બ્લાસ્ટ કેસમાં જામીન પર છુટેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે વિવાદ જગાવ્યો હતો. તેમણે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવીને ભારે વિવાદ જગાવ્યો છે. અગાઉ મુંબઇ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે વિશે પણ અપમાનજનક નિવેદન કરનારા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હવે નાથુરામ ગોડ્સેને દેશભક્ત ગણાવીને ફરી વિવાદમાં આવ્યા છે. 

જોકે જ્યારે સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન બાદ ભારે હોબાળો થતા તેણે માફી માગવી પડી હતી સાથે પોતાનું નિવેદન પરત લઉ છું તેમ કહ્યું હતું. જોકે પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનથી ભાજપે પોતાને દુર કરી લીધી હતી. વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે નાથુરામ ગોડ્સે એક દેશભક્ત હતા.

તેઓ હતા અને હંમેશા દેશભક્ત જ રહેશે. જે લોકો નાથુરામ ગોડ્સેને આતંકવાદી કહેતા હોય તેઓ પોતાની તરફ જુવે, તેમને આ લોકસભાની ચૂંટણીમાં આક્રામક જવાબ આપવામાં આવશે. થોડા દિવસ પહેલા અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસને નાથુરામ ગોડ્સેને આતંકવાદી ગણાવતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આ નિવેદન કર્યુ હતું. 

Read Also

Related posts

પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા

Akib Chhipa

પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન

Hardik Hingu

યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો

Akib Chhipa
GSTV