GSTV
Home » News » ગુજરાતમાં ફાયર સેફ્ટિ વિનાના 9395 બિલ્ડિંગ્સને શો-કોઝ નોટિસ

ગુજરાતમાં ફાયર સેફ્ટિ વિનાના 9395 બિલ્ડિંગ્સને શો-કોઝ નોટિસ

સુરતના કોમ્પલેક્સમાં બનેલી આગની ઘટનામાં બેદરકાર અધિકારીઓને સજા કરવા સહિત બિલ્ડરો અને ટ્યુશન ક્લાસના સંચાલકને પકડવાની કાર્યવાહી કરવાના પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે રાજ્યભરમાં દરોડા પાડીને સરકારે 9395 બિલ્ડીંગ અને મિલકતોને શો-કોઝ નોટીસ આપી છે.

રાજ્યના મહાનગરોમાં ટ્યુશન ક્લાસને સીલ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી ફાયર સેફ્ટિની સુવિધા શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેના સીલ ખોલવામાં આવશે નહીં તેવો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ ડો જેએન સિંઘે મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 2055 જેટલા અધિકારીઓની બનેલી 713 ટીમોએ રાજ્યના આઠ મહાનગરોમાં તપાસ શરૂ કરી છે. તપાસ દરમ્યાન જે બિલ્ડીંગમાં ફાયર સેફ્ટિની સુવિધા ન હોય તેને સીલ મારવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતની તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગ્યા પછી 22 બાળકોના મોત થયા છે. આ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટિની સુવિધા ન હતી. સરકારે સુરતમાં 80 ટીમો બનાવીને 320 જેટલા અધિકારીઓ શહેરની મિલકતો તપાસી રહ્યાં છે.

1524 જેટલા ટ્યુશન ક્લાસીસ સહિતની મિલકતોની ફાયર સેફ્ટિની ચકાસણી કરવામાં આવી છે. સુરતમાં 123 એવી જગ્યાએ ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા કે જ્યાં ફાયર સેફ્ટિની સુવિધા નથી. આ જગ્યાઓને સીલ કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવે કહ્યું હતું કે સુરતની આગની દુર્ધટનાને પગલે સમગ્ર રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ ઉપરાંત મોલ, સિનેમાહોલ રેસ્ટોરન્ટ અને હોટલોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતની ઘટનામાં બે ફાયર ઓફિસરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને સોમવારે ઉચ્ચકક્ષાની એક બેઠક યોજવામાં આવશે અને ફાયર સેફ્ટિ અંગેના ધારા-ધોરણોની સમીક્ષા કરી ચોક્કસ નીતિ બનાવવામાં આવશે.

Read Also

Related posts

કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલી ભાજપને હરાવવા કમરકસી, ભાજપને આ બેઠક પર જૂથવાદ નડશે

Nilesh Jethva

પેટાચૂંટણીમાં હારના ડરથી ભાજપે હવે અમિત શાહની અપનાવી રણનીતિ, આ નેતાઓ થયા સક્રિય

Nilesh Jethva

ચીનનો વિકાસ દર છેલ્લા ૨૭ વર્ષમાં સૌથી નીચલા સ્તરે, ટ્રેડવોર નડ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!