GSTV
Home » News » જ્યોતિષમાં માનવું કે ન માનવું ? ભાગ-2

જ્યોતિષમાં માનવું કે ન માનવું ? ભાગ-2

(ગતાંકથી ચાલુ)

જ્યોતિષમાં માનવું કે ન માનવું ? આ વાતનો નિર્ણય જ્ઞાનના આધારે થઈ શકે છે. કોઈ કોઈકને કહે તે પ્રમાણે અનુસરીશું તો ગોથું ખાઈ જઈશું. ગઈકાલે મેં આપનું જણાવ્યુ હતું કે, આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે અને સમસ્ત બ્રહ્માંડ પણ પંચમહાભૂતથી બનેલું છે, એક પ્રકારે પ્રત્યેક તત્વ્  એકબીજા સાથે સંકળાયેલા છે. આપણે સ્વતંત્ર નથી. કેવી રીતે આ પંચતત્ત્વ આપણને અસરકર્તા છે ? આપણે કેવી રીતે ગ્રહોથી પ્રભાવિત થઈએ છીએ તે સમજવા પ્રયત્ન કરીએ. પ્રથમ આપણે અગ્નિતત્ત્વનું મહત્ત્વ સમજ્યા હતા. પંચમહાભૂતનું બીજું અગત્યનું તત્વ છે જળ.

જળતત્ત્વ –

માનવ દેહ ટકાવવા માટે જળ ખૂબ જ આવશ્યક છે. જળ એ જ જીવન એ આપણે જાણીએ છીએ. શરીરમાં મોટાભાગનો હિસ્સો જળતત્ત્વનો છે. રૂધિરમાં જળ સમાયેલું છે, શરીરમાં જે સ્રાવ વહન થાય છે તેમાં જળ સમાયેલું છે, ચામડીની કુમાશ જળથી જ જળવાયેલી છે. વળી, સમગ્ર પૃથ્વીમાં લગભગ 75 ટકા પાણી છે અને 25 ટકા ધરતી છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને લાગણી સાથે સાંકળવામાં આવ્યો છે. માતા સાથે સાંકળવામાં આવ્યો છે, આપણું મનનો કારક ચંદ્ર છે. જેમ જળ ચંચળ છે તેમ મન પણ ચંચળ છે.

અગાધ-અફાટ સમુદ્ર પણ ચંદ્રથી પ્રભાવિત થાય છે. પૂનમના દિવસે સમુદ્રમાં ભરતીનો ઘૂઘવાટ થાય છે અને અમાસ આવતા જ આ ભરતી ઓસરી જાય છે. ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ અગાધ સમુદ્રને પણ અસર કરે છે. ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળથી પ્રભાવિત થઈ સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે. પૃથ્વીમાં જળતત્ત્વ સમાયેલું છે અને માનવ શરીરમાં પણ જળતત્ત્વ સમાયેલું છે. ચંદ્રના સારા-માઠા બળ અનુસાર જ આપણા માનવ શરીરમાં સ્રાવની વટ-ઘટ થાય છે. માટે, ચંદ્ર આપણા માનવમન ઉપર સારી-માઠી અસર ઉપજાવે છે તે નિર્વિવાદ વાત છે. સાથે સાથે શુક્રગ્રહ પણ જળતત્ત્વ છે. સાગરમાંથી મહામૂલા મોતી પ્રાપ્ત થાય છે. સાગરને માધ્યમ બનાવી વેપાર થાય છે, સાગરને માધ્યમ બનાવી અનેક ઉદ્યોગ વિકાસ પામે છે. શણગાર અને સૌંદર્યના સંસાધન વિકસાવવામાં પણ સાગરનું સ્થાન મસમોટું છે.

વાયુ તત્ત્વ –

વાયુતત્ત્વ એટલે પવન. પવન દ્વારા જ પરાગરજ એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર જાય છે. પવન દ્વારા જ ઓક્સીજનનું વહન થાય છે.  પવન દ્વારા જ અવાજના મોજાનું વહન થાય છે. પવન દ્વારા જ વાદળોની ગતિ શક્ય બને છે અને વરસાદ પડે છે. પવનની શીતળતા મનને શાંતિ અર્પે છે. એટલે બીજી વાત અહીં સિદ્ધ થાય છે કે પવન સાથે મન એટલે ચંદ્ર પણ જોડાયેલો છે. બીજા અર્થમાં કહું તો પવન એટલે આબોહવા, વાતાવરણ. આબોહવાનું સંતુલન. બુધ દેવ એ વાયુતત્ત્વનો ગ્રહ છે. જો પવનનું સંતુલન ખોરવાય એટલે કે, વાવાઝોડું, ચક્રવાક જેવી ગંભીર ઘટનાઓ આકાર લે તો આપણે જાણીએ છીએ કે સંસારમાં કેવી દુર્ઘટના સર્જાય છે. જો પવનની શક્તિનો ઉપયોગ જો સર્જનાત્મક કરીશું તો પવનચક્કી દ્વારા આપણે વીજળી એટલે કે ઊર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ.  બુધ ગ્રહ આપણી જન્મકુંડળીમાં નિર્ણાયક શક્તિ પૂરી પાડે છે.

પૃથ્વી તત્ત્વ –

મંગળ ગ્રહ પૃથ્વી તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. પૃથ્વીમાં અગણિત ખનિજ સંપદા સમાયેલી છે, ભૂગર્ભ જળ સમાયેલું છે, અગણિત રત્નો આ ધરતીમાં સમાવિષ્ટ છે. અનાજ પણ આ ધરતી ઉપર જ પાકે છે. પૃથ્વીની ફળદ્રુપતા સમસ્ત માનવજીવનને અહોનિશ કરે છે. ધરતીના પેટાળના નાના-મોટા ફેરફાર આપણા શરીરના અંતસ્રાવો, પાચનશક્તિ, આપણી પ્રફુલ્લિતતા, આપણું નિયમિત જીવન બધુ જ પૃથ્વીને જ આધારીત છે. એક પ્રકારે સર્વાંગી વિકાસનો આધાર પૃથ્વી પર આધારીત છે. આપણે પૃથ્વીવાસી છીએ, પૃથ્વી ઉપર જોડાયેલા રહીને જ સમગ્ર જીવન વ્યતિત કરીએ છીએ. આપણું શરીર પૃથ્વી સાથે જોડાઈને જ વિકાસ કરે છે. માટે, પૃથ્વી તત્ત્વ એટલે કે મંગળ દેવની સારી-ખોટી અસરોથી આપણે અલિપ્ત ન રહી શકીએ.

વળી, આ સૌર મંડળ છે. આખું ય ગ્રહમંડળ સૂર્યમાળા છે. સૂર્ય અને ચંદ્ર પ્રત્યેક ગ્રહથી પ્રભાવિત થાય છે. આખું ય ગ્રહમંડળ એકબીજાથી પ્રભાવિત થાય છે અને એ સૌર પવનોનું ચુંબકીય બળ આપણને સારી-ખોટી પ્રેરણ આપતું રહે છે. આપણું મન એ દિશામાં દોરવાય છે. સૂર્ય, બુધ, ચંદ્ર, મંગળ, ગુરૂ, શનિ અને આપણી પૃથ્વી સદાય સૂર્યની આસપાસ ભ્રમણ કરતી રહે છે અને આપણે એ જ પૃથ્વી ઉપર રહીએ છીએ માટે, આપણે ગ્રહોથી પ્રભાવિત થઈએ જ. જેમ કે, જે ઘરમાં આપણે રહેતા હોઈએ તે ઘરના આચાર-વિચારથી આપણામાં સંસ્કારનું ઘડતર થાય છે, માતા-પિતાના ડીએનએથી આપણું બંધારણ થાય છે. તો શું આ પૃથ્વીવાસી તરીકે સૌરમંડળના એ ગ્રહો આપણને પ્રભાવિત ન કરે ? ચોક્કસ કરે.

ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવવું એ વેવલાપણું ક્યારેય ન કહી શકાય. એક શિક્ષક પાસે વિદ્યાર્થીના અભ્યાસનું મૂલ્યાંકન કરાવવું તે શંકા ક્યારેય ન કહી શકાય. ઘરની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવું તે ચિંગુસવેડા ક્યારેય ન કહી શકાય. વેપારની અંદર નિત્ય હિસાબ-કિતાબ કરવો એ વેદિયાવેડા ક્યારેય ન કહી શકાય. આ પ્રમાણે આપણી જન્મકુંડળીના ગ્રહોનો વિદ્વાન જ્યોતિષી પાસે અભ્યાસ કરાવવો તે અંધશ્રદ્ધા ક્યારેય ન કહી શકાય.

•          અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય), (મો) 706 999 8609

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar