હાલમાં રાજ્યસભા અને લોકસભાના કુલ મળીને ૪૭૯૬ ભૂતપૂર્વ સાંસદોને સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન પાછળ દર વર્ષે ૭૦ કરોડ રૃપિયાનો ધુમાડો થાય છે. આ ઉપરાંત રાજ્યસભા અને લોકસભાના કુલ મળીને ૩૦૦ જેટલા ગુજરી ગયેલા ભૂતપૂર્વ સાંસદોના પરિવારોને પણ પેન્શન મળે છે. આ લોકોને પણ પેન્શન અપાતું બંધ કરી દેવું જોઈએ. મહારાષ્ટ્રની ચંદ્રપુર લોકસભા બેઠકના સભ્ય સુરેશ નારાયણ ધનોરકર ઉર્ફે બાલુભાઉએ એક રસપ્રદ મુદ્દો ઉઠાવ્યો છે. બાલુભાઉએ નાણાં મંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખીને માગણી કરી છે કે, આર્થિક રીતે સમૃધ્ધ હોય એવા સાંસદોનું પેન્શન બંધ કરી દેવું જોઈએ.

ધનોરકરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, હાલમાં રાજ્યસભા અને લોકસભાના કુલ મળીને ૪૭૯૬ ભૂતપૂર્વ સાંસદોને સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે. આ પેન્શન પાછળ દર વર્ષે ૭૦ કરોડ રૃપિયાનો ધુમાડો થાય છે. આ ઉપરાંત રાજ્યસભા અને લોકસભાના કુલ મળીને ૩૦૦ જેટલા ગુજરી ગયેલા ભૂતપૂર્વ સાંસદોના પરિવારોને પણ પેન્શન મળે છે. આ લોકોને પણ પેન્શન અપાતું બંધ કરી દેવું જોઈએ.
બાલુભાઉએ પોતાના પત્રમાં આર્થિક રીતે ખમતીધર હોય ને છતાં સરકાર પાસેથી પેન્શન લેતા હોય એવા ઘણાં સાંસદોનાં નામ પણ આપ્યાં છે. આ સાંસદોમાં ઘણી ફિલ્મી સેલિબ્રિટી છે ને દેશના ટોચના ધનિકોમાં સ્થાન પામે એવા ઉદ્યોગપતિઓ પણ છે. વરસોથી રાજકારણમાં જામેલા ઉદ્યોગપતિઓ પણ છે ને ભૂતપૂર્વ અધિકારીઓ પણ છે.
બોલીવુડ એક્ટ્રેસ રેખા અને શબાના આઝમી, ક્રિકેટર સચિન તેંડુલકર, સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવી જેવી એન્ટરટટેઈનમેન્ટ જગતની હસ્તીઓને ભૂતપૂર્વ સાંસદ તરીકે સરકારી પેન્શન મળે છે. એ જ રીતે સંજય દાલમિયા અને રાહુલ બજાજ જેવા અબજોમાં આળોટતા ઉદ્યોગપતિઓને કે પછી તેમના પરિવારોને પણ સરકાર તરફથી પેન્શન મળે છે. માયાવતી, મણિશંકર ઐયર વગેરે નેતાઓને પણ પેન્શન મળે છે. આ લોકોને પેન્શન બંધ કરી દેવાય તો કઈ ફરક ના પડે એ જોતાં તેમને મળતું પેન્શન બંધ કરી દેવું જોઈએ એવી વાતમાં દમ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ