GSTV
Home » News » વડોદરામાં શોટગનનાં પીએમ મોદી પર પ્રહારો, કોંગ્રેસનાં સમર્થનમાં જાહેરસભાને કર્યુ સંબોધન

વડોદરામાં શોટગનનાં પીએમ મોદી પર પ્રહારો, કોંગ્રેસનાં સમર્થનમાં જાહેરસભાને કર્યુ સંબોધન

બોલીવૂડનાં શોટગન અને ભાજપનાં ઉચ્ચ નેતાઓ સાથે મનમેળ ન સધાતા કોંગ્રેસમાં ભળેલા અભિનેતા અને હવે નેતા શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલી વખત પ્રચાર કરવા માટે ગુજરાત આવ્યા હતાં. વડોદરા લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર પ્રશાંત પટેલનાં સમર્થનમાં જાહેરસભા સંબોધી હતી. શોટગનને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.

પૂર્વ ફિલ્મ અભિનેતા અને  ભાજપમાંથી  કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હા ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવ્યા હતાં. વડોદરા માર્કેટ ચાર રસ્તા પાસે સભા ગજવી લોકસભાના કોંગ્રસના ઉમેદવાર પ્રશાંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. શત્રુધ્ન સિન્હાએ પીએમ મોદી સામે વાકપ્રહાર કર્યા હતા. કોંગ્રેસને મત આપવા અપિલ કરી હતી.શત્રુધ્ન સિન્હાએ પીએમ મોદી સામે વાકપ્રહાર કરતા જણાવ્યુ હતુ કે પીએમ મોદી ફેકુ છે.ભારતીય જનતા પાર્ટી હવે મોટા વ્યાપારીના હાથમાં જતી રહી છે..રાહુલ ગાંધીનાં વખાણ કરતા જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ છતીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભા પર કોંગ્રેસે જીત મેળવી છે..

READ ALSO

Related posts

Exit Poll: ઓરિસ્સામાં બીજેડી સૌથી મોટી પાર્ટી, ભાજપને મળશે આટલી સીટો

Riyaz Parmar

Exit Poll: કેરળમાં મોદી લહેર નહીં, આ પાર્ટી આગળ

Nilesh Jethva

Exit Poll: પંજાબમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર, AAPનું ખાતુ…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!