GSTV

સોનિયા ગાંધીને હરાવવા આ 4 નેતાઓના નામ થયા શોર્ટલિસ્ટ, 16મીએ મોદીની રાયબરેલીમાં જ પ્રથમ રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી ડિસેમ્બરે ગાંધી-નહેરુ પરિવારના ગઢ રાયબરેલીમાં પહેલી રેલી સંબોધિત કરવાના છે. રાયબરેલી બેઠકનું પ્રતિનિધિત્વ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી કરી રહ્યા છે. પીએમ મોદીની રાયબરેલી રેલી વચ્ચે અહેવાલો આવી રહ્યા છે કે ભાજપ આમ આદમી પાર્ટીના બળવાખોર નેતા કુમાર વિશ્વાસ અથવા સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર દિનેશસિંહને 2019ની લોકસભાની ચૂંટણીમાં રાયબરેલી બેઠક પરથી કોંગ્રસના ઉમેદવાર સામે ઉતારે તેવી શક્યતા છે.

રાયબરેલી લોકસભા બેઠક બ્રાહ્મણ અને ઓબીસી કુર્મી પટેલ વોટરનું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભાજપ આ બેઠક પરથી બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા કુમાર વિશ્વાસને મેદાનમાં ઉતારે તેવી અટકળબાજી ચાલી રહી છે. તો દિનેશ સિંહ એમએલસી છે અને તેઓ પણ રાયબરેલીના ગ્રામીણ વિસ્તારોમાં ખાસા લોકપ્રિય છે.

યુપી ભાજપના એક ઉચ્ચ પદાધિકારી મુજબ. રાયબરેલી બેઠક માટે કેટલાક નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કુમાર વિશ્વાસ, દિનેશ સિંહ, રીટા બહુગુણા જોશી અને વિનય કટિયારના નામ સામેલ છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!