GSTV
Gujarat Government Advertisement

અમદાવાદીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે ખરીદી, ભીડ ભાડવાળી જગ્યાએથી ખરીદી કરવાનું ટાળો

Last Updated on November 9, 2020 by Pravin Makwana

દીવાળીના તહેવાર માટે અમદાવાદીઓ જે રીતે કોરોનાના ડર વિના- સોશિયલ ડીસટન્સનો ભંગ કરી ખરીદી કરી રહ્યા છે તે બાબત અમદાવાદ માટે ઘાતક સાબિત થઇ શકે છે. આ બાબતને અમદાવાદ મહાનગરપાલિકાએ અતિગંભીર ગણાવી છે. જો આ રીતે ખરીદી કરવામા આવશે તો આગામી દિવસોમા કોરોનાના કેસોમાં વધારો થવાની શક્યતા આરોગ્ય અધિકારી વ્યકત કરી રહ્યા છે.

મહાનગરપાલિકાના હેલ્થ ઓફીસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર બને ત્યાં સુધી ભીડવાળી જગ્યા પર ખરીદી કરવાનુ ટાળવું જોઇએ, કેટલાક લોકો હજી પણ માસ્ક વિના ફરી રહ્યા છે. આમ કરવું એ જોખમી સાબિત થઇ શકે છે. કોટ વિસ્તારમા રવિવારે મોટાપાયે ભીડ જોવા મળી હતી.

આવી બજારોમાં ખરીદી કરવામા આવે છે, ત્યારે સંક્રમણની શક્યતા ખૂબ જ વધી જાય છે. એક સંક્રમિત વ્યક્તિ અનેક લોકોને સંક્રમિત કરે છે. જો શહેરીજનો આ રીતે ખરીદી કરશે, તો આગામી દિવસોમા ફરી શહરેમાં કોરોનાનો ગ્રાફ વધી જશે, ભીડ થતી હોય તેવી જગ્યા પર પોલીસ અને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામા આવે છે, જરુર પડશે તો સીલ મારવાની કાર્યવાહી પણ કરવામા આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

સંકટ વચ્ચે રાહત/ રાજ્યમાં કેસોમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 210 સંક્રમિતો નોંધાયા

pratik shah

સુરત/ તૌકતે વાવાઝોડાની અસર બપોર પછી દેખાવાની શરૂ થઈ, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!