મોંઘવારી અને રોજગારીમાં મંદીના કારણે લોકોએ પોતાના મોજ-શોખના ખર્ચા પર કાપ મુક્યો છે. જેના પગલે લગ્નગાળો ચાલી રહ્યો હોવાછતાં દિલ્હી દરવાજા વિસ્તારની ફટાકડા બજારમાં મંદીનો માહોલ છવાયેલો જોવા મળે છે. બે-પાંચ વેપારીઓને બાદ કરતા લગભગ તમામ વેપારીઓને બે-બે દિવસ સુધી બોણી કરવાના પણ ફાંફા પડી રહ્યા છે. હજારો રૂપિયાનું રોકાણ કર્યા બાદ કમાણી ન થતા વેપારીઓ હેરાન થઈ ગયા છે.

અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં મોટુ ફટાકડા બજાર આવેલું છે. જ્યાં ફટાકડાના નાના-મોટા ૩પથી વધારે સ્ટોલ છે. શરૂઆતના અને છેવાડાના બે-ચાર સ્ટોલને બાદ કરતા મોટાભાગના સ્ટોલાધારક વેપારીઓ આખો દિવસ સાવ નવરા ધૂપ બેઠા હોય છે. દિવસમાં એકાદ ઘરાક પણ ખરીદી કરવા માટે આવતા નથી. વેપારીઓના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે લગ્નગાળામાં જેટલી ઘરાકી હોય છે, તેના ૩૦-૪૦ ટકા જેટલી ઘરાકી પણ આ વખતે નથી. બે-પાંચ દુકાનદારોને સામાન્ય કમાણી થતી હશે, પરંતુ બાકીના વેપારીઓને ખર્ચાના પૈસા કાઢવા પણ મુશ્કેલ બન્યા છે. આર્થિક નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કોરોના પૂર્વે લોકો મોજ-શોખ માટે મનમૂકીને ખર્ચ કરતા હતા. પરંતુ કોરોના બાદ મોંઘવારીએ માઝા મૂકી છે. બીજી તરફ ધંધા-રોજગારમાં મંદી આવી હોય, લોકોની કમાણી ઘટી ગઈ છે. આ બંને પાસાઓના કારણે ફટાકડા, શણગાર વગેરે મોજ-શોખ માટે કરાતા ખર્ચ લોકોએ સીમિત કરી નાંખ્યા છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ