GSTV
Business Trending

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

રેશન

ફૂડ એક્ટ અંતર્ગત સરકારે લાભાર્થીઓને અનાજની યોગ્ય માત્રા પૂરી પાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે રેશનની દુકાનો પર ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ (EPOS) ડિવાઇસીસને ઇલેક્ટ્રોનિક ત્રાજવા સાથે પ્રોત્સાહન આપવા માટે ફૂડ સેફટી એક્ટ નિયમોમાં સુધારો કર્યો છે. લાભાર્થીઓ માટે અનાજનું વજન કરતી વખતે રેશનની દુકાનમાં પારદર્શિતા વધારવા અને નુકસાન અટકાવવાનાં લક્ષ્ય સાથે સરકારે આ પગલું ભર્યું છે.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) હેઠળ, દેશના આશરે 80 કરોડ લોકોને સરકાર દર મહિને પાંચ કિલો ઘઉં અને ચોખા (અનાજ) અનુક્રમે રૂ. 2-3 પ્રતિ કિલોના  રાહત દરે આપી રહી છે.

રેશન

જેથી લોકોને યોગ્ય માત્રામાં અનાજ મળે

એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, “ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટે 18 જૂન, 2021 ના ​​રોજ એન.એફ.એસ.એ. 2013 હેઠળ યોગ્યતા મુજબ લાભાર્થીઓને સબસિડીવાળા અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું.”

સરકારે જણાવ્યું છે કે રાજ્યોને ઇપીઓએસ ઉપકરણોને યોગ્ય રીતે ચલાવવા માટે પ્રોત્સાહિત કરવા અને પ્રતિ ક્વિન્ટલ રૂ .17 ના વધારાના નફા સાથે બચતને પ્રોત્સાહન આપવા ફૂડ સિક્યુરિટી (રાજ્ય સરકાર સહાયતા નિયમો) 2015 ના પેટા નિયમ (2) હેઠળના નિયમ 7માં સુધારો કર્યો છે.

રેશન

કેવી રીતે થશે EPOSનું વેચાણ?

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પોઇન્ટ ઓફ સેલ ઉપકરણોની ખરીદી, સંચાલન અને જાળવણીના ખર્ચ માટે પૂરા પાડવામાં આવેલા વધારાના માર્જિનમાંથી કોઈપણ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા કમાયેલી બચત, જો કોઈ હોય તો, તે ઇલેક્ટ્રોનિક વજનકાંટાની ખરીદી, સંચાલન અને જાળવણી સાથે બંનેના એકીકરણ માટે ઉપયોગમાં લઇ શકાય છે.

રેશન

સરકાર નવેમ્બર સુધી મફત અનાજ આપી રહી છે

સરકારે કહ્યું કે એનએફએસએ હેઠળ લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી (ટીપીડીએસ) ની કામગીરીની પારદર્શિતામાં સુધારો લાવીને એક્ટની કલમ 12 હેઠળ કલ્પના કરવામાં આવેલી સુધારણા પ્રક્રિયાને આગળ વધારવાના પ્રયાસ રૂપે આ સુધારો કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

Video/ સ્કૂટીને હલાવી સ્ટાઇલ મારી રહ્યો હતો વ્યક્તિ, 10 સેકન્ડ પછી જ છોલાઈ ગયા ઘૂંટણ

Hemal Vegda

રાહુલની મુલાકાતમાં એક મહિના પછી કેમ પહોંચ્યા સોનિયા ગાંધી? જાણો કેવી રીતે કામ કરશે ચૂંટણીનું ગણિત

Hemal Vegda

મુલાયમને કિડની આપવા સપાના ત્રણ નેતાની ઓફર, સપા નેતાની હાલત નાજુક

Hemal Vegda
GSTV