GSTV

VIRAL VIDEO: ચોરી કરનાર ઉંદરની કરાઇ પિટાઇ

Last Updated on October 26, 2017 by

સામાન્ય રીતે આપણે માણસોને ચોરી કરતા અને ચોરીની સજા મળ્યા વિશે સાંભળ્યું છે પરંતુ, કોઇ જાનવરને ચોરીની સજા મળી હોય એવું પ્રથમ વખત જોવા મળ્યું છે. રખે, માની લેતા કે આ કોઇ ગપગોળા છે પરંતુ, આ સત્ય હકીકત છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક શખ્સ ઉંદરને ખાવાની ચોરી બદલ સજા આપી રહ્યો છે.

વાસ્તવમાં ઉંદરે એક દુકાનમાંથી ઘઉંની ચોરી કરી હતી. જ્યારે દુકાન માલિક છોકરાને આ વાતની જાણ થતાં તેણે ઉંદરને પકડીને જોરથી બાંધી દીધો હતો, ત્યાર બાદ તેને લાકડથી મારવા લાગ્યો હતો. ઉંદરને માર મારવાનો આ વીડિયો મૈસુર શહેરનો છે. જેને એક યુવકે કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. જો કે, આ વીડિયો જોઇને કેટલાક લોકો તેને મજાકમાં લઇ રહ્યાં છે અને કેટલાક પશુ ક્રૂરતા માની ગંભીર પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

‘જેલ’માં જવા માટે લાગી હોડ, મોડલ્સની જેમ સજી-ધજી તૈયાર થઇ આવી રહી છે છોકરીઓ

Vishvesh Dave

વિચિત્ર / બોયફ્રેન્ડની એક ભૂલે કરી નાખી આંખ ડેમેજ, આઈડ્રોપની જગ્યાએ નાખી એવી વસ્તુ કે દર્દથી તડપી ઉઠી મહિલા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!