GSTV

શોપિયા એન્કાઉન્ટર પર બોલ્યા સેના અધ્યક્ષ નરવણે, દોષી જવાનો સામે થશે કાર્યવાહી

સુરક્ષિત

Last Updated on September 18, 2020 by

શોપિયા એન્કાઉન્ટરને લઈને સલાલો ઉઠ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અથડામણ દરમિયાન સેનાના જવાનોએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેનાએ 18 જુલાઇએ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ત્રણ યુવકોના કરેલા વિવાદિત એન્કાઉન્ટર કેસમાં સામેલ જવાનોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું છે કે આરોપી જવાનો પર આર્મી એક્ટ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ થશે. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ સ્થાનિક લોકો અને પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે કથિત એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણેય લોકો તેમના કઝિન હતા અને શોપિયામાં શ્રમિક તરીકે કામ કરી રહ્યા હતા.

સેના અધ્યક્ષ એમએમ નરવણેનું પણ નિવેદન સામે આવ્યું

આ મામલે સેના અધ્યક્ષ એમએમ નરવણેનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સેના આવી કોઈ પણ ભૂલ મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. જનરલ નરવાને શુક્રવારે કહ્યું હતું કે એમ્શિપોરા કેસની સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરવામાં આવશે અને તેને કોઈપણ પરિસ્થિતિમાં પરિણામ સુધી પહોચાડા છે. ભારતીય સૈન્ય તેની વ્યવસાયિક શૈલી માટે જાણીતું છે અને તે માટે પ્રતિબદ્ધ છે. હિંસા પ્રભાવિત વિસ્તારો માટે જે પણ માર્ગદર્શિકા બનાવવામાં આવી છે, અમારી પાસે ઝીરો ટોલરન્સની નીતિ છે. આવી ભૂલ સહન નહીં થાય.

સેના તરફથી કોર્ટ ઓફ ઇન્ક્વાયરીને જાણવા મળ્યું કે સૈનિકોએ આર્મ્ડ ફોર્સેસ એક્ટ હેઠળ મળેલા અધિકારોનું ઉલ્લંઘન કર્યું. સંરક્ષણ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે, સેના તરફથી ઓપરેશન અમશીપોરાને લઇને કરવામાં આવી રહેલી તપાસ પૂર્ણ થઇ ગઇ છે. પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યા છે કે અફસ્પા 1990ની સત્તાનો દુરુપયોગ થયો છે અને સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા આદેશોનું ઉલ્લંઘન થયું છે. ઘટનાની ફરિયાદ મળ્યા પછી આર્મી એક્ટ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી અને જે લોકો પ્રાથમિક તપાસમાં દોષિત જણાયા, તેમની વિરુદ્ધ અનુશાસત્મક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

સુકન્યા સમૃદ્ધિ યોજના: જો આપ પણ દિકરી માટે ખોલાવા માગો છો ખાતુ તો આટલા ડોક્યુમેન્ટની પડશે જરૂર, જાણી લો આ નિયમ

Pravin Makwana

Tokyo Olympics 2020/ લેડી ગાગાની હમશકલને જોઈ યુઝર્સ થયા હેરાન, તમે પણ વિશ્વાસ નહિ કરશો

Damini Patel

સુરત: મંદિરમાં હરીભક્તો પર પ્રતિબંધ લગાવતા થયો હોબાળો, ભક્તોના પ્રવેશને રોકવા માટે બાઉન્સર મુક્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!