જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર થયા છે, જ્યારે બે આતંકવાદી ધાર્મિક સ્થળે છૂપાયેલા છે અને સુરક્ષાદળો પર ફાયરિંગ કરી રહ્યા છે.

આતંકવાદીઓને આત્મસમર્પણ માટે કહેવામાં આવ્યું
સુરક્ષાદળોનું ઓપરેશન જારી છે. અથડામણમાં ચાર જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ બે આતંકવાદી ધાર્મિકસ્થળે છૂપાયેલા છે. સેના તરફથી ટિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સેનાએ ધાર્મિક સ્થળે છૂપાયેલા આતંકવાદીઓને સરેન્ડર માટે એક આતંકવાદીના ભાઈ અને એક સ્થાનિક ઇમામને ધાર્મિક સ્થળની અંદર મોકલ્યો છે.
પોલીસે આતંકવાદીઓને ટ્રેપ કર્યા
આતંકવાદીઓને સંદેશ આપવામાં આવ્યો છે કે ધાર્મિક સ્થળ બહાર આવે અને આત્મસમર્પણ કરે. ધાર્મિક સ્થળને નુકશાન ના થાય, તેનું ધ્યાન રાખી સૈન્યદળનું ઓપરેશન ચાલું છે. જમ્મુ કાશ્મીર પોલીસ મુજબ આતંકવાદી સંગઠન અંસાર ગજવાત ઉલ હિંદ (એજીયૂએચ)ના બે આતંકવાદીઓને સૈન્યદળોએ ટ્રેપ કર્યા. ત્રણ આતંકવાદી માર્યા ગયા છે.

અધિકારી સહિત ચાર જવાન ઇજાગ્રસ્ત
શોપિયાંના જન મોહલ્લા વિસ્તારની ઘેરાબંધી કરી સૈન્યદળોનું ઓપરેશન ચાલું છે. આ અથડામણમાં એક અધિકારી સહિત ચાર જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને મામૂલી ઇજા થઈ છે. શોપિયાં અને પુલવામામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
Read Also
- OnePlus 11R 5G Launch: મજબૂત સુવિધાઓથી સજ્જ છે આ ફોન, કિંમત આટલી જ છે
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ
- જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”
- રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ