GSTV
Home » News » સીઆરપીએફના જવાનોના હુમલા બાદ શોપિયાંના પોલીસ સ્ટેશન ઉપર પણ આતંકી હુમલો

સીઆરપીએફના જવાનોના હુમલા બાદ શોપિયાંના પોલીસ સ્ટેશન ઉપર પણ આતંકી હુમલો

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી મોડી સાંજે શોપિયાંના પોલીસ સ્ટેશન ઉપર પણ એક આતંકવાદી હુમલો થયો હતો, પણ પોલીસે હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી શરૂ કરી દેતા આતંકવાદીઓ નાસી છૂટ્યા હતા.

પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, પણ સદનસીબે એક પણ પોલીસ કર્મચારીને કે નાગરિકને ઈજા થઈ ન હતી. પોલીસે આ આતંકવાદીઓને ઝડપી લેવા માટે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પગલે શોપિયાંમા પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.

Related posts

મહારાષ્ટ્રના ભાઉ બનશે ફડણવીસ, શિવસેનાના આદિત્યને ડે.સીએમથી મનાવવું પડશે મન

Mansi Patel

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!