GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લોકડાઉન બાદ ભોજપૂરી ફિલ્મોનુ શૂટિંગ થશે શરૂ, સ્ક્રિપ્ટ છે તૈયાર

સમગ્ર દેશમાં હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ફિલ્મ ઉદ્યોગ પર તેની માઠી અસર પડી છે. હવે ભોજપૂરી ફિલ્મોના શૂટિંગ લોકડાઉન બાદ તરત જ શરૂ થઈ શકે તેમ છે. આ ફિલ્મોની સ્ક્રિપ્ટ તૈયાર છે. ધર્મેન્દ્રસિંહ દ્વારા વાર્તા અને પટકથા લેખન તૈયાર કરાઈ રહ્યું છે અને તે તેના અંતિમ તબક્કામાં છે. સદગુરુ એન્ટરટેનમેન્ટ હાઉસ અને રીગલ ફિલ્મ એન્ડ મ્યુઝિક પ્રોજક્શનના બેનર હેઠળ આ ફિલ્મો બનશે.

ફિલ્મોના નામ અંગે હજી સુધી કોઈ જાહેરાત થઈ નથી

બીજી તરફ ચંદ્ર વર્ષા એન્ટરટેનમેન્ટ પ્રા. લિ. દ્વારા ફિલ્મ ‘મેરે પાપા કી શાદી મેં જરૂર આના’ નો ફર્સ્ટ લૂક તૈયાર થઈ ચૂક્યો છે.
ફિલ્મોના નામ અંગે હજી સુધી કોઈ જાહેરાત થઈ નથી. ત્રણ ફિલ્મોમાં પ્રેમ સિંહ મેઇન રોલ કરી રહ્યા છે. આ સાથે ભોજપૂરી ક્વિન ગુંજન પંત અને ચુલબુલી અભિનેત્રી શ્રુતિ રાવ પણ તેમાં હશે. રામ પટેલ તેનું ડાયરેક્શન કરી રહ્યા છે. આ અગાઉ અરુણકુમાર દૂબે પ્રેમ સિંહ અને ગુંજન દૂબેને લઈને ફિલ્મ ચાંદ જૈસન દુલ્હિન હમાર ફિલ્મનું નિર્માણ કરી ચૂક્યા છે. લોકડાઉન ખૂલે તે સાથે પોસ્ટ પ્રોડક્શન કામગીરી શરૂ થઈ જશે.

આ ફિલ્મનું નિર્દેશન રાજકિશોર પ્રસાદ રાજુ કરશે

ત્રણ ફિલ્મોનું શૂટિંગ શાનદાર લોકેશન પર કરવાનો નિર્ણય પણ લેવાયો છે. ફિલ્મ નિર્માતા ચંદ્રેશ મેહતે કહ્યું કે લોકડાઉન બાદ અમારી બે ફિલ્મો મેરે પાપા કી શાદી મેં જરૂર આના અને હેલો પાપા ફ્લોર પર જવા માટે તૈયાર છે. ‘મેરે પાપા કી શાદી મે જરૂર આના’ નું નિર્દેશન રાજકિશોર પ્રસાદ રાજુ કરશે. જેમાં ગૌરવ જ્હા, ઋતુસિંહ મુખ્ય ભૂમિકામાં છે. રામકિશોર પ્રસાદ રાજુ જ હેલો પાપાનું પણ નિર્દેશન કરી રહ્યા છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં Coronaના કેસ ચિંતાની વાત પણ સરકારે કરી લીધી છે તમામ તૈયારી

Arohi

ગુજરાતીઓ ખાસ રાખે સાવધાની, આ રોગ હશે અને Corona થશે તો મોતનું જોખમ છે વધારે

Mansi Patel

16 જોઈન્ટ સેક્રેટરીના મંત્રાલય બદલાયા : આ IASને લોટરી લાગી, PMOમાં બન્યા સંયુક્ત સચિવ

Nilesh Jethva

Leave a Comment

81 − 74 =

Do NOT follow this link or you will be banned from the site!