શૂટર દાદીના નામથી પ્રખ્યાત નિશાનેબાજ ચંદ્રો તોમરનું નિધન થયું છે, થોડાક દિવસ પહેલા જ ચંદ્રો તોમર કોરોના વાયરસની ઝપેટમાં આવી હતી. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શૂટર દાદી ચંદ્રો તોમર 89 વર્ષના હતા, અને ઉત્તરપ્રદેશના બાગપતમાં પરિવાર સાથે રહેતી હતી.
પ્રખ્યાત નિશાનેબાજ ચંદ્રો તોમરનું નિધન

શૂટર દાદી ચંદ્રો તોમર 89 વર્ષના હતા
તેમના પુત્ર વિનોદ તોમારે જણાવ્યું હતું કે સોમવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, તપાસ બાદ તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ તેમને મેરઠની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શૂટર ચંદ્રા તોમરનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આસપાસના વિસ્તારોમાં તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. બધા તેને ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ શુક્રવારે તેમનું મોત નીપજ્યું હતું.

તેમણે ઘણા રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી હતી. તેમને વિશ્વના સૌથી વૃદ્ધ નિશાનેબાજ તરીકે ગણના થતી હતી. તેમણે પોતાની બહેન પ્રકાશી તોમર સાથે ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પ્રકાશી પણ વિશ્વમાં વૃદ્ધ નિશાનેબાજોમાં શામેલ છે.બોલીવુડની ફિલ્મ સાંડ કી આંખમાં દાદી ચંદ્રો તોમર અને પ્રકાશી તોમરની રીઅલ લાઇફ સ્ટોરી પર આધારિત છે. આ અગાઉ પણ અભિનેતા આમિર ખાને પણ તેના શો સત્યમેવ જયતેમાં બંને શૂટર દાદીની વાર્તાથી પ્રભાવિત આમંત્રિત કર્યા હતા.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ