GSTV
Home » News » પલવલમાં ફરી દરિંદગી : સગીરા પર ગેંગરેપ કરનાર ફરી ઉઠાવી ગયા, બીજીવાર બનાવી હવસનો શિકાર

પલવલમાં ફરી દરિંદગી : સગીરા પર ગેંગરેપ કરનાર ફરી ઉઠાવી ગયા, બીજીવાર બનાવી હવસનો શિકાર

હરિયાણાના પલવલ જિલ્લામાં 17 વર્ષની સગીરા સાથે ચાર યુવકોએ ગેંગરેપ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. વધારે ચોંકાવનારી વાત એ છે કે, સગીરા પર અગાઉ આ જ ચાર યુવકો રેપ કરી ચૂક્યા હતા. પણ પોલીસે કેસ બંધ કરી દેતાં આ હવસખોરોએ આ સગીરાને ફરી ઉઠાવી હવસનો શિકાર બનાવી. દેશમાં બળાત્કારના કિસ્સાઓ અટકવાનું નામ લઈ રહયા નથી. હૈદરાબાદમાં નરાધમોને સીધી ગોળી મરાઈ હોવા છતાં નરાધમો હજુ પણ બેખૌફ છે.

પોલીસનુ કહેવુ છે કે, ચાર ડિસેમ્બરે પીડિતા વહેલી સવારે ટોયલેટ જવા ઘરની બહાર નીકળી હતી ત્યારે ચારે યુવકોએ તેનું અપહરણ કરી લીધું હતું. તેને ખેતરમાં લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે રેપ કર્યો હતો. એ પછી બે કલાકે તેને છોડીને આરોપી ફરાર થઈ ગયા હતા.

મહિલાની ફરિયાદ બાદ પોલીસ હવે અલ્તાફ, સરફરાઝ, ઈરશાદ અને શોએબ નામના આરોપીઓને સોધવા માટે ઠેર ઠેર છાપા મારી રહી છે. પીડીતાનો આરોપ છે કે, આ 4 નરાધમોએ 13 ઓગસ્ટના રોજ પણ બળાત્કાર કર્યો હતો. આ બાબતે બહીન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. જે પોલીસે રદ કરી દીધો છે. હવે મહિલા પોલીસે આ સંબંધિત કેસ નોંધી ફરી કાર્યવાહી હાથ ધરી છે.

4 નેતાઓ સામે બળાત્કારના કેસ

દેશમાં દર વર્ષે 40 હજાર, દરરોજ 109 અને 1 કલાકમાં 5 છોકરીઓ સાથે બળાત્કાર થાય છે. ભારતમાં જીડીપી ઘટે તો હોબાળો થાય છે પણ એવું ક્યારેય થયું નથી કે બળાત્કારના કેસોમાં ઘટાડો થયો હોય. દેશભરમાં હાલમાં જુદાજુદા કાયદાઓ અંતર્ગત 3 કરોડ કેસો ચૂકાદો આવવાની પ્રતિક્ષા કરી રહયા છે. જેમાં 3 લાખ કેસો તો દેશની અલગ અલગ 21 હાઈકોર્ટમાં ચૂકાદાની રાહ જોઈ રહ્યાં છે. આ કેસોમાં દોઢ લાખ કેસ તો ફક્ત બળાત્કારના છે. દેશની લોકસભા અને વિધાનસભામાં બેસેલા 30 ટકા નેતાઓ સામે કેસ થયેલા છે. જેમાં 51 પર તો મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયેલા છે. 4 નેતાઓ સામે બળાત્કારના કેસ છે.

હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટનામાં ફરી એકવાર દેશ એક થયો છે અને બળાત્કારીઓને ફાંસીની સજાની માગ કરી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઉભા થયા છે. લોકોએ રસ્તાઓ પર ઉતરીને નરાધમોને ફાંસીની સજા આપવા માટે સરકાર પર પ્રેશર ઉભું કર્યું છે. પણ શું તમે જાણો છો કે ભારતમાં ક્યારે અને કયા બળાત્કારીને ફાંસીની સજા અપાઈ છે.

15 વર્ષ પહેલાં અપાઈ હતી ફાંસીની સજા

14 ઓગસ્ટ 2004 આ એક તારીખ છે જે દિવસે એક બળાત્કારીને સરકારે ફાંસી આપી હતી. સગીર છોકરી સાથે બળાત્કાર બાદ હત્યાના કેસમાં ધનંજય ચેટર્જીને ફાંસી અપાઈ હતી. ધનંજયને કલકત્તાની અલીપુર જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવાયો હતો. જે બાબતને 15 વર્ષ થઈ ગયા છે. ત્યારથી લઇને આજ દિવસ સુધી લગભગ 4 લાખ બળાત્કારના કેસ નોંધાયા છે પણ આ 15 વર્ષમાં એક પણ બળાત્કારીને ફાંસીની સજા ન થતાં બળાત્કારના કેસોમાં વધારો થતો રહ્યો છે. ધનંજય સમયે મનમોહન સિંહની સરકાર હતી અને કલામ હતા રાષ્ટ્રપતિ. ધનંજય ચેટર્જીએ પણ દયાની ભીખ માગી હતી પણ કલામે તેની અરજી ફગાવી દીધી હતી.

નિર્ભયાના આરોપીને પણ નથી મળી ફાંસી

હૈદરાબાદમાં મહિલા ડોકટરની સાથે થયેલી બર્બરતા બાદ ફરી એક વખત નિર્ભયા ગેંગ રેપની ચર્ચાએ જોર પકડ્યું છે. દેશભરના લોકોને હચમચાવનાર નિર્ભયા ગેંગરેપને સાત વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી તેના દોષિતોને ફાંસીની સજા નથી મળી. નિર્ભયા કેસમાં નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટે આ દોષિતોને ફાંસીની સજા ફરમાવી છે પરંતુ તેને સજા નથી મળી. એક તરફ નિર્ભયાના દોષિતોને ફાંસી વ્હેલામાં વ્હેલી તકે તેવી માગે જોર પકડ્યું છે તો બીજી તરફ એશિયાની સૌથી મોટી જેલમાંની એક તિહાર જેલ પાસે જલ્લાદ જ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ છે કે દોષિતોને ફાંસીની સજા કઈ રીતે આપવામાં આવશે. કોર્ટમાંથી ડેથ વોરંટ ઈશ્યૂ થયા બાદ દોષિતોને ફાંસી પર લટકાવવાનો રસ્તો સાફ થઈ જશે. ફાંસી મેળવનાર ચાર દોષિતોમાંથી એક માત્ર વિનયે જ દયા અરજી દાખલ કરી છે.

Related posts

દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિના સલાહકાર છે ટ્રમ્પ સાહેબની દિકરી ઈવાંકા

Pravin Makwana

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana

ભારતના પાડોશી દેશમાં બુરખા પર લાગશે પ્રતિબંધ, હંગામી ધોરણે કાયદો બનાવવા સંસદમાં પ્રસ્તાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!