સોશિયલ મીડિયા પર અવારનવાર વિવિધ પ્રકારના પ્રાણી સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સને આશ્વર્ય થાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને લોકો હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે.જેમાં વાંદરાઓ જે રીતે ઝઘડો કરી રહ્યા છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક વાંદરાઓ એક સાથે ગ્રુપમાં બેઠા છે, જેમાં એક વાંદરો નાના વાંદરાને પરેશાન કરતો જોવા મળે છે. આ વાંદરો નાનકડા વાનરનું માથું પકડીને આગળ ધક્કો મારે છે. એવું લાગે છે કે તે ગુસ્સે છે અને તેનો ગુસ્સો તે નાના નિર્દોષ વાનર બાળક પર કાઢે છે.આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
જો કે, વાંદરાની ‘મા’ તરત જ તેને પોતાની તરફ ખેંચે છે અને તેના ખોળામાં છુપાવે છે, જેથી તેના બાળકને કોઈ નુકસાન ન પહોંચાડે. માતાના પ્રેમનું આ એક અદ્ભુત ઉદાહરણ છે, જે વાંદરાઓમાં પણ જોવા મળે છે. માણસોમાં તો તમે ઘણીવાર જોયું હશે કે માતા પોતાના બાળકોને બચાવવા માટે કંઈ પણ કરે છે, પરંતુ પ્રાણીઓમાં આવું ભાગ્યે જ જોવા મળે છે.
આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર bhawanisingh2121 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, માણસો આ વાંદરાઓ પાસેથી જ આ રીતે ઝઘડો કરતા શીખ્યા હશે…! આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
ALSO READ
- મોટા સમાચાર / કચ્છની પાલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો