GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

અમદાવાદના નિત્યાનંદ આશ્રમને લઈને પોલીસની તપાસ બાદ ચોંકાવનારા ખુલાસા

અમદાવાદના નિત્યાનંદ આશ્રમને લઈને પોલીસે તપાસ બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ત્યારે ફરિયાદી જનાર્દન શર્મા ફરી વિવેકાનંદ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આશ્રમ સંચાલકો ખોટા આક્ષેપ કરતી હોવાનો જનાર્દન શર્માએ આક્ષેપ લગાવ્યો છે. તેમજ તેઓએ પોતાની દીકરીને મહેરબાની કરી મુક્ત કરો તેવી માંગ દહોરાવી છે. તો બીજી બાજુ જનાર્દન શર્માએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી હેબિયર કોર્પસની ફરિયાદ મામલે સુનાણી થઈ છે. આ મામલે હાઈકોર્ટે પોલીસને નોટિસ ફટકારી છે. અને વધુ સુનાવણી 26 નવેમ્બરે હાથ ધરાશે. ફરિયાદી જનાર્દન શર્માએ બંને બાળકોને કેમ મળવા દેવાતા નથી તેવો સવાલ કરીને બાળકીઓને કોર્ટ સમક્ષ હાજર કરવા રજૂઆત કરી. પોલીસ બાળીઓને આઈપી એડ્રેસથી શોધે અને ડીપીએસ સ્કૂલ અને આશ્રમ વચ્ચેના સંબંધની તપાસ થાય તેવી પણ માગ કરી. તેમણે એમ પણ કહ્યું કે ગુમ બાળકીના કપડાં અને વસ્તુઓ આશ્રમમાંથી મળી આવી તો બહાર ક્યારે ગઈ એ પણ એક સવાલ છે.

DPS સ્કૂલે આશ્રમ સાથેના તમામ કરારો રદ્દ કર્યા

અમદાવાદના હાથીજણમાં સ્વામી નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં આવતા હવે ડીપીએસએ નિત્યાનંદ આશ્રમ સાથેના તમામ કરારો રદ્દ કર્યા છે. કંપની સોશિયલ રીપ્સોસિબિલીટી હેઠળ ડીપીએસે નિત્યાનંદ આશ્રમ સાથે કરાર કર્યો હતો જેમાં આશ્રમના વિદ્યાર્થીઓને ભણાવાતા હતા. પરંતુ બાળકોના નિવેદનો સામે આવ્યા બાદ અને નિત્યાનંદ આશ્રમ સામે કેસ મજબૂત બનતા ડીપીએસે છટકબારી ગોતીને સીએસઆર કરાર રદ્દ કર્યો છે. જોકે સવાલ એ થાય કે શું ડીપીએસ તેનું કેમ્પસ ખાલી કરાવશે કે જેની પર નિત્યાનંદનો આશ્રમ ચાલી રહ્યો છે.

આશ્રમની સંચાલિકા વિરૂદ્ધ બાળ મજૂરી અને સતામણીનો ગુનો

અમદાવાદના હાથીજણ ખાતે નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની પોલીસે ધરપકડ કરી છે. આશ્રમમાંથી યુવતી અને બાળકો ગુમ થવા મામલે વિવેકાનંદ નગર સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને લઈને પોલીસે તપાસ કરી. અને ફરિયાદના અનુસંધાને પોલીસે આશ્રમ સંચાલિકા પ્રિયા તત્વ અને પ્રાણપ્રિયાની ધરપકડ કરી છે. તો સાથે જ તપાસ બાદ જરૂર પડ્યે નિત્યાનંદને રેડ કોર્નર નોટીસ પણ અપાશે તેમ પોલીસે કહ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિયા તત્વ અને પ્રાણપ્રિયા નિત્યાનંદ આશ્રમની મુખ્ય સંચાલિકા છે. બન્ને વિરૂદ્ધ બાળ મજૂરી અને સતામણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પહેલા પોલીસ દ્વારા બાળકોના નિવેદન લેવામાં આવ્યા હતા. જે બાદ બન્ને સંચાલિકા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ કે, સમગ્ર કેસમાં જે બિલ્ડરે પુષ્પક સિટીમાં મકાન આપ્યુ તેના પુરાવાર પણ મહત્વના રહેશે. અને પોલીસ પકડમાં આવેલી બન્ને સંચાલિકા કર્ણાટકના મૈસૂરની છે. જેણે બાળકો પાસે ડોનેશનલ ઉઘરાવવા માટે બાળ મજૂરી કરાવી છે. બંને સામે અપહરણ, ગોંધી રાખવાનો, ઇજા ઓ કરી, ધમકી આપી, મજૂરી કરાવી તે બાબતે ગુનો નોંધાયો છે.

READ ALSO

Related posts

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva

કોરોના: શહેરની અસરવા કેન્સર હોસ્પિટલની બે નર્સનો રિપોર્ટ પોઝિટિવ, કુલ 110 કર્મચારીઓ આવ્યા ઝપેટમાં

pratik shah

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!