વૈશ્ર્વિક સ્તરે ભારે ટીકા બાદ ચીન “ ઝીરો કોવિડ પોલિસી“ને પાછી ખેંચ્યા બાદ કોવિડે આંતક ફેલાવ્યો હતો. હવે જોકે કોરોનાના ચેપમાં ઘટાડો થયો હોવાનો ચીને દાવો કર્યો છે. પરંતુ ચીને જાહેર કરેલા મૃત્યુના સત્તાવાર આંકડા સામે શંકા જાગે છે.

શહેરથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપભેર ફેલાયેલા કોવિડ મહામારીથી ચીનમાં 1.4 બિલિયન લોકોમાથી 80 ટકા 2022માં જ ચેપનો ભોગ બની ચૂક્યા છે. ચીનના રિપોર્ટ મુજબ દેશમાં મહામારી નિયંત્રણમાં આવી ગઈ છે.હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યામાં ઘટાડો છે.

સત્તાવાર આંકડા મુજબ 8 ડિસેમ્બર, 2022થી અત્યાર સુધી ચીનમાં 79,000 લોકોના કોરોનાથી હોસ્પિટલમાં મોત થયા છે. પરંતુ હોસ્પિટલ બહાર પણ અનેક મોત થયા હોવાથી ચીનના આ આંકડા શંકાસ્પદ છે. અંદરની વાત મુજબ લૂનર ન્યૂ ઈયર પૂરું થયા બાદ કોરોના પાછો ફેલાવવાની શંકા છે. છતાં કોવિડને લગતી માહિતી છૂપાવી ચીન હવે પોતાની અર્થવ્યવસ્થાને ફરી દોડતી કરવા માગતું હોવાનું કહેવાય છે.
READ ALSO
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ