GSTV

અતિ-આત્મવિશ્વાસે ભાજપના સમીકરણો બદલી નાખ્યા, મોદી શાહની ચાણક્ય નીતિને મોટો ફટકો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને સાતારા લોકસભા પેટાચૂંટણીના એકદમ ચોંકાવનારા પરિણામો આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ  પરળી વૈજનાથ તેમજ સાતારા લોકસભા બેઠક માટે જોરદાર પ્રચાર કર્યો, પ્રચારનો પ્રારંભ ભાજપે શરૂ  પરળીના ભાજપના ઉમેદવાર તેમજ રાજ્યના ગ્રામીણ વિકાસ મહિલા બાલકલ્યાણ પ્રધાન પંકજા  ગોપીનાથ મુંડે, સાતારા લોકસભા  પેટાચૂંટણીના  ભાજપના (એનસીપીમાંથી આવેલા) ઉમેદવાર ઉદયનરાજે ભોંસલે, એકનાથ ખડસે પાટિલની પુત્રી રોહિણી ખડસે, ભાજપના પ્રધાન રામશિંદે તેમજ શિવસેનાના માતોશ્રીના આંગણે ઉભેલા મુંબઇના મેયર પ્રિ. વિશ્વનાથ મહાડેશ્વર હારી ગયા છે.

લોકસભા ચૂંટણીથી કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના નિકટ રહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજઠાકરેએ સત્તા કરતા વિપક્ષ મજબૂત બનાવવાની રજૂ કરેલી ભૂમિકા એનસીપીના સર્વેસર્વા શરદ પવારે પૂર્ણ કરી છે. ૨૦૧૪ કરતા ૨૦૧૯ની ચૂંટણીમાં એન.સી.પી.એ અડધી સદી ફટકારી છે. આ ચૂંટણીમાં ભાજપને આંચકો લાગ્યો છે. તો બીજી તરફ શિવસેના નેતા તેમજ યુવાસેના પ્રમુખ આદિત્ય ઉદ્ધવ ઠાકરેએ ઝળહળતી જીત મેળવી છે. કોંગ્રેસ અને એન.સી.પી.માંથી ભાજપમાં આવેલા હર્ષવર્ધન પાટિલ, વૈભવ પિચડ હારી ગયા ત્યાં રાધાકૃષ્ણ વિખેપાટિલ જીતી ગયા છે.નારાયણ રાણેએ પોતાનો મહારાષ્ટ્ર  સ્વાભિમાન પાર્ટી ભારતીય જનતા પક્ષમાં વિલીન કરી અને કણકવલીમાં એમના પુત્ર નિતેશની લડત રાણેના એક જમાનાના સમર્થક સતીષ સાવંત સામે થઇ અને તેમને હારનો સામનો કરવો પડયો.

જનતાની જીત

શ્રી નિવાસ પાટિલ : સાતારા લોકસભા પેટા ચૂંટણીમાં જીત મેળવનારા એન.સી.પી.ના શ્રી નિવાસ પાટીલે કહ્યું કે, શરદ પવારે છત્રપતિ શિવાજી મહારાજના વારસદાર તરીકે ઉદયનરાજેને બે વાર અવસર આપ્યો હોવા છતાં પવાર સાથે ઉદયનરાજેએ દગો કર્યો. આ લોકોની જીત છે. પ્રજાએ શરદ પવાર પર વિશઅવાસ વ્યક્ત કર્યો છે.

પવારના પ્રપૌત્ર જીત્યા

શરદ પવારના પ્રપૌત્ર રોહિત પવારે કર્જત-જામખેડ બેઠક પર રાજ્યના જળસંપદા પ્રધાન રામશિંદેને હરાવ્યા છે. ગણપતરાવ દેશમુખ આ શેતકરી કામદાર પાર્ટીના વરિષ્ઠ નેતા સોલાપુર જિલ્લામાં ૧૦ વાર વિધાનસભા પર ચૂંટાઇ આવ્યા હતા. આ વખતે તેમના પ્રપૌત્ર અનિકેત દેશમુખે ચૂંટણી લડી હતી પણ તેઓ જીતી શક્યા નહીં. તેમને શિવસેનાના શહાજીબાળુ પાટિલે હરાવ્યા. બાર્શીના એન.સી.પી.ના નેતા દિલીપ સૌપલ શિવસેનામાં આવ્યા પણ તેઓ હારી ગયા છે.

READ ALSO

Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!