જિંદગીનો કોઈ ભરોસો નથી. છેલ્લા 4 દિવસમાં જે પ્રકારે 5 સેલેબ્સના આકસ્મિક મોત થયા છે એનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ આઘાતમાં છે. બુધવારે બે સ્ટાર આ દુનિયાને અલવિદા કરી ગયા છે. એવા સેલેબ્સની વાત કરવી છે જેઓએ આ દિવસોમાં અંતિમ શ્વાસ લીધા છે.

સારાભાઈ વર્સિઝ સારાભાઈ ફેમ એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું કાર એક્સિડેન્ટમાં મોત થયું છે. તેની ગાડી 50 ફૂટ ઊંડી ખાઈમાં પડી જતાં હિરોઈનનું મોત થયું છે. તે પોતાના ફિયાન્સ સાથે હિમાચલ પ્રદેશ ફરવા માટે ગઈ હતી. આ દરમિયાન તે પોતાની ગાડીનો કંન્ટ્રોલ ખોઈ દેતા આ દુર્ઘટના થઈ છે. વૈભવીનું ઘટના સ્થળે જ મોત થયું છે. તેના ફિયાન્સને હળવી ચોટ આવી છે.

પ્રખ્યાત એક્ટર નિતેશ પાંડેએ 51 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. એક્ટરને હોટલની રૂમમાં હાર્ટએટેક આવી જતાં તેમનો જીવ ગયો છે. તે હાલના દિવસોમાં સીરિયલ અનુપમામાં કામ કરતા હતા. નિતેશ પાંડે વર્ષોથી ફિલ્મો અને ટીવી શોમાં એક્ટિવ હતા. તેમનું અચાનક આવી રીતે દુનિયાને અલવિદા કહીને જવું એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ માટે મોટા ઝટકા સમાન છે.

એક્ટર અને કાસ્ટિંગ ડાયરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમયી મોત પરથી હજુ સુધી પડદો ઉઠ્યો નથી. 22 મે તેના મોતના સમાચાર આવ્યા હતા. તે પોતાના અંધેરી સ્થિત ઘરના બાથરૂમમાં મૃત જોવા મળ્યો હતો. મોતના થોડા કલાકો પહેલા આદિત્યએ પાર્ટી કરી હતી. કહેવાય છે કે ડ્રગ્સના ઓવરડોઝના કારણે તેનું મોત થયું છે. આ સમાચારો પર પરિવારે અને મિત્રોએ નારાજગી બતાવી હતી.

RRR ફિલ્મમાં વિલેન બનેલા હોલીવૂડ એક્ટર રે સ્ટીવનસન 25 મેના પોતાનો 59મો જન્મદિવસ ઉજવવાના હતા. પરંતુ તેઓ આ ફાનિ દુનિયાને અલવિદા કરી ચૂક્યા છે.

29 વર્ષીય બંગાળી એક્ટ્રેસ સુચંદ્રા દાસ ગુપ્તાનું રોડ એક્સિડન્ટમાં મોત થયું છે. શૂટિંગથી પરત ફરતી વખતે તેમણે જે બાઈક બુક કરી હતી. એને પાછળથી ટ્રકે ટક્કર મારતાં એક્ટ્રેસનું ઘટનાસ્થળે મોત થયું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો