GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાનને FATFએ આપ્યો ઝટકો, ઈમરાન ખાને 40માંથી માત્ર 2 શરતોનું પાલન કરતાં પ્રયાસો છતાં ન મળી સફળતા

Last Updated on October 12, 2020 by Ankita Trada

ચીનની મદદથી પાકિસ્તાન ફાઇનાન્શ્યલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાના શમણાં સેવતું હતું. પરંતુ એ મુરાદ બર આવી નહોતી. ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરીંગ પર અંકુશ લાદવામાં નિષ્ફળ નીવડેલા પાકિસ્તાનને FATFના એશિયા એકમ એશિયા પેસિફિક ગ્રુપે એન્હાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં કાયમ રાખવાની જાહેરાત કરી હતી.

ઉપજાવી કાઢેલી વાતો FATFને ગળે ઊતરી નહી

એશિયા પેસિફિક ગ્રુપના ગ્રે લિસ્ટમાં લાંબો સમય રહેવાથી પાકિસ્તાન પર FATF દ્વારા બ્લેકલિસ્ટ થવાની શક્યતા વધી ગઇ હતી એમ ખુદ પાકિસ્તાની દૈનિક ડૉનના એક અહેવાલમાં જણાવાયું હતું. FATFએ ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરીંગના મામલામાં જે સૂચનો કર્યાં હતાં એનો અમલ કરવામાં પાકિસ્તાને અખાડા કર્યા હતા. એણે કાઢેલાં બહાનાં અને ઉપજાવી કાઢેલી વાતો FATFને ગળે ઊતરી નહી. એજ કારણે એશિયા પેસિફિક ગ્રુપે પાકિસ્તાનને એન્હાન્સ્ડ ફોલો અપ લિસ્ટમાં ચાલુ રાખ્યું હતું. એક યા બીજી રીતે પાકિસ્તાન આ લિસ્ટની બહાર નીકળવા ઉત્સુક હતું.

ફક્ત બે શરતનો અમલ કર્યો

FATFએ પાકિસ્તાનને 40 શરતો તૈયાર કરી આપી હતી. પાકિસ્તાને એના પર અમલ કરવાનો હતો. પાકિસ્તાને 40માંથી ફક્ત બે શરતનો અમલ કર્યો હતો. બાકીની શરતોનો અમલ કરવામાં એ બહાનાં કાઢી રહ્યું હતું. હવે તો આખી દુનિયા જાણે છે કે આતંકવાદનું જનક પાકિસ્તાન જ છે.

પાકિસ્તાન સતત ધમપછાડ કરી રહ્યું હતું

21થી 23 ઓક્ટોબર વચ્ચે FATFની સમીક્ષા બેઠક યોજાવાની છે. એ દરમિયાન પોતે ગ્રે લિસ્ટની બહાર નીકળી શકે એ માટે પાકિસ્તાન સતત ધમપછાડ કરી રહ્યું હતું. 21થી 21 ઓક્ટોબરની વચ્ચે જે બેઠક થવાની છે એમાં FATF નક્કી કરશે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકવૂં કે નહીં. અત્યારે જે સંજોગો પ્રવર્તી રહ્યા છે એ  જોતાં પાકિસ્તાન પર બ્લેક લિસ્ટ થવાની શક્યતા વધુ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Pravin Makwana

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!