8 વર્ષ બાદ વાપસી કરી રહ્યો છે આ ઘાતક બોલર, તેના નામથી જ થથરી ઉઠે છે મોટા-મોટા બેટ્સમેન

રાવલ પીંડી એક્સપ્રેસના નામે જાણીતા શોએબ અખ્તરનું નામ જ એક સમયે મોટા-મોટા બેટ્સમેનને ભયભીત કરવા માટે પુરતું હતું. હવે આ ક્રિકેટરે મેદાનમાં વાપસીની ઘોષણા કરી છે. પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તરે યુવા ખેલાડીઓને બોલની સ્પીડ બતાવવા માટે વાપસી કરવાની ઘોષણા કરી છે.

ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતાં શોએબે કહ્યું કે, આજના બાળકો માને ચે કે તેઓ ક્રિકેટ વિશે ઘણું બધું જાણે છે અને તે મારી બોલીંગ સ્પીડને પણ ફડકારી શકે છે. તેથી બાળકો,હું પરત આવી રહ્યો છુ. હું પણ લીગ રમીશ અને જણાવીશ કે સ્પીડ શું હોય છે.

43 વર્ષના શોએબે વર્લ્ડ કપ 2011 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. તે બાદથી જ તે કમેન્ટેટર અને વિશેષજ્ઞ તરીકે ક્રિકેટ સાથે જોડાયેલા છે. તેના કમબેકથી તેવો જ ભયનો માહોલ હશે જેવો પહેલાં હતો.

જો કે શોએબ પાકિસ્તાન સુપર લીગથી વાપસી કરશે કે નહી તે તો જાણી શકાયુ નથી પરંતુ રાવલપીંડી એક્સપ્રેસ ચર્ચાનું કેન્દ્ર જરૂર બન્યો છે.

ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ બોલર મનાતા શોએબ અખ્તરે 46 ટેસ્ટમાં 178 અને 163 વન ડેમાં 247 વિકેટ ઝડપી છે. સાથે જ તેણે 15 ટી-20 ઇન્ટરનેશનલમાં પણ 19 વિકેટ લીધી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter