ફ્રાન્સમાં મોહમ્મદ પયંબરના કાર્ટુનનો મામલો વધારે જોર પકડી રહ્યો છે. દુનિયાભરના મુસ્લિમ દેશો તથા વિશ્વભરના મુસ્લિમો ફ્રાન્સનો વિરોધ કરી રહ્યા છે. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પણ આ યુરોપિયન દેશનો વિરોધ કરવાની શરૂઆત કરી દીધી છે. આ વિવિદાસ્પદ ઝડપી બોલરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમામુએલ મેક્રો પર નિશાન સાધ્યું છે. તેણે ફ્રાન્સની ચીજવસ્તુઓનો બોયકોચ કરવાની હાકલ કરી છે.

અખ્તરે ટ્વીટ કરી ઉશ્કેર્યા મેક્રોને
તેણે ટ્વિટ કરીને લખ્યું છે કે ફ્રાન્સ આ કાર્ટુનને છોડવા તૈયાર નથી અને મેક્રો કહે છે કે મુસલમાનો ફ્રેન્ચ પ્રોડક્ટનો બહિષ્કાર પરત ખેંચી લે. જો તમારી પાસે નફરત કરવાની આઝાદી છે તો અમારી પાસે નફરતનો અસ્વિકાર કરવાની આઝાદી છે. ફ્રેન્ચ પ્રોડક્ટનો બહિષ્કાર કરવો જોઇએ.


મેક્રોએ કરી હતી વિવાદિત ટિપ્પણી
મેક્રોએ ઇતિહાસના દિવંગત શિક્ષક સેમ્યુઅલ પૈટીને શ્રદ્ધાંજલિ આપતી વખતે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઇસ્લામ એવો ધર્મ છે જેની સામે આજે સમગ્ર દુનિયા સંકટમાં છે. મેક્રોના આ નિવેદનનો સમગ્ર દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સૌરાષ્ટ્રમાં રસીકરણનો પ્રારંભ, રાજકોટમાં કૃષિમંત્રીની હાજરીમાં અભિયાનની શરૂઆત
- ભારતમાં દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત, ઈતિહાસના પાને નોંધાશે આજનો દિવસ
- ભાવનગર/ શિવાજી સર્કલ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ, 8 હજાર લોકોને રસી આપવાનો ટાર્ગેટ
- શું ઉર્વશીએ કરી લીઘા લગ્ન ? માંગમાં સિંદૂર લગાવેલા લુકમાં જોવા મળી ઉર્વશી
- વડોદરા/ ચોરંડા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલા મિત્રનું મિસફાયર થતાં થયું મોત, પોલીસે તપાસ આદરી