Video: આ શું? 160ની સ્પીડે બોલીંગ કરનારા આ બોલરે તો બેટના કૂરચે-કૂરચા ઉડાવી દીધાં!

રાવલપિંડી એક્સપ્રેસના નામે જાણીતા પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી શોએબ અખ્તર તો તમને યાદ જ હશે. શોએબ જ્યારે 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે બોલીંગ કરતો ત્યારે સારા-સારા બેટ્સમેન પણ હાંફી જતાં. ઘણીંવાર તો એવું બનતું કે તેના બોલ સાથે અથડાઇને બેટ્સમેનનું બેટ પણ તૂટી જતું. આવું જ કંઇક ફરી વાર બન્યું છે. પરંતુ આ વખતે શોએબના બોલ સામે કોઇ બેટ્સમેનનું બેટ નથી તૂટ્યું. આ વખતે બેટ શોએબના જ હાથમાં હતું.

શોએબે પોતે જ આ ઘટનાને શેર કરતાં ટ્વીટર પર એક પોસ્ટ કરી છે. તેમાં તેણે લખ્યું કે, તે જ કરતાં, જે હું સૌથી સારુ કરૂં છું. સૌથી સારુ શું-એ જ બેટ તોડવું….

વીડિયો જોઇને સમજી જ શકાય કે બેટના તો જાણે કે કૂરચા જ ઉડી ગયાં. પરંતુ બોલની સ્પીડના કારણે નહી કારણ કે ઘાસ ઉપર એક બાળકે નાંખેલા બોલથી તો બેટ તૂટે તે શક્ય નથી. શોએબે જરૂરથી બેટ જમીન પર પછાડ્યું હશે અથવા તો જમીન પર ફસાવી દીધું હશે. તેથી જ બેટ હવામાં ફંગોળાઇ ગયું. પરંતુ રસપ્રદ વાત એ હતી કે તેમ છતાં પણ બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter