GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

શોએબ અખ્તરે કરી ભારત-પાકિસ્તાન મેચનાં વિજેતાની જાહેરાત, યુવરાજસિંહે ભરી હામી

ભારત અને પાકિસ્તાન વચ્ચે 16મી જૂને થનારા મહામુકાબલો શરૂ થવામાં થોડાજ કલાકો બાકી છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલુ ICC વિશ્વ કપ સાથે વરસાદ પણ વધારે જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ફેન્સની મજા અચાનક આવેલાં વાદળો બગાડી નાખે છે. અત્યાર સુધીમાં 3 મેચો રદ્દ કરવી પડી છે.

જેમાં એક ભારતની મેચનો પણ સમાવેશ થાય છે. એવામાં બધાજ ક્રિકેટનાં ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છેકે, રવિવારે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં કોઈ વરસાદ ન આવે. મેચ લંડનનાં સૌથી જૂના શહેરોમાં જાણીતા માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાવાની છે. અને મેચના દિવસે સામાન્ય વરસાદ થવાની ભવિષ્યવાણી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ, વરસાદ આ દિવસે થોડા થોડા સમયનાં અંતરે આવી શકે છે. તેમ છતાં ઈંગ્લેન્ડનાં અનિશ્વિત હવામાન વિશે કશું પણ કહેવું યોગ્ય નથી. પરંતુ પાકિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વરસાદને લઈને પહેલાં જ આ મેચના વિજેતાની જાહેરાત કરી દીધી છે.

હકીકતમાં શોએબે તેના ટ્વીટર એકાઉન્ટ પર એક હાસ્યાસ્પદ ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં મેદાનને પાણીથી તરબોળ બતાવવામાં આવ્યુ છે. અને ટૉસ બાદ બંને કેપ્ટનોને પાણીમાં તરીને પેવેલિયન પાછા ફરતાં બતાવ્યા છે. તો જ્યારે પાકિસ્તાન કેપ્ટન સરફરાઝ અહેમદની પાછળ શાર્ક દેખાઈ રહી છે. જેને જોઈને સરફરાઝની હાલત ખરાબ થઈ ગઈ છે.અને તે કોઈ પણ ભોગે જીવ બચાવવાનો પ્રયાસ કરતો દેખાઈ રહ્યો છે. જ્યારે આ બંને કેપ્ટનોની પાછળ સૌરવ ગાંગુલી સહિત ટૉસ અધિકારીઓ હોડી ઉપર ઉભા રહીને વિશ્લેષણ કરી રહ્યા છે. એટલું જ નહી, યુવરાજ સિંહે પણ શોએબની આ ટ્વીટને રિટ્વીટ કરીને પોતાની સહમતિ દર્શાવી છે.

read also

Related posts

દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, આ તાલુકામાં 1 ઇંચ ખાબક્યો

Bansari

શું ખરેખર કેન્સલ થઇ ગઇ 30 સપ્ટેમ્બર સુધીની તમામ રેગ્યુલર ટ્રેન? રેલવેએ આપ્યો આ જવાબ

Bansari

ચીની સૈનિકો લદ્દાખના ગામડાઓમાં આતંક મચાવી જમીન કબજે કરે છે, માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂકેલ સોનમ વાંગ્યાલની વેદના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!