GSTV

Video: ‘ભારત પાસેથી શીખો’ ભડકેલા શોએબ અખ્તરે Corona પર પાકિસ્તાનીઓને આપી સલાહ

corona

Coronaના દર્દીઓની સંખ્યાના મામલે પાડોશી દેશ પાકિસ્તાન ભારત કરતા ક્યાંય આગળ નિકળી ગયો છે ત્યારે પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તર પોતાના જ દેશવાસીઓ પર ભડક્યો છે.અખ્તરે પાકિસ્તાનીની સ્થિતિ પર ચિંતા જતાવીને કહ્યુ છે કે, આ ઘાતક વાયરસે ગંભીર સ્વરુપ ધારણ કર્યા પછી લોકોના ટોળા તમામ જગ્યાએ અવર જવર કરી રહયા છે.લોકોએ પોતાની જાતને લોકડાઉન કરવી જોઈએ.

અખ્તરે તો પાકિસ્તાનીઓને ભારતમાંથી બોધપાઠ લેવાની સલાહ આપીને કહ્યુ છે કે, ભારતમાં જુઓ કરફ્યુ લગાવાયો છે.લોકોએ પોતાની મરજીથી પોતાને લોકડાઉન કર્યા છે.બાંગ્લાદેશ અને રવાન્ડા જેવા દેશો પણ બીમારીને કાબૂમાં લેા કામ કરી રહ્યા છે પણ પાકિસ્તાનમાં લોકોને તેનો ડર જ નથી.અહીંયા તો એક બાઈક પર ચાર-ચાર લોકો બેસીને ફરી રહ્યા છે.પહાડોમાં પિકનિક મનાવવા જઈ રહ્યા છે.

અખ્તરે કહ્યુ હતુ કે, અહીંયા રેસ્ટોરન્ટો 10 વાગ્યા સુધઈ ખુલ્લા રહે છે.લોકો એક બીજાના ઘરોમાં જમવા જઈ રહ્યા છે.સમયની માંગને સમજો અને એક બીજાને મળવાનુ બંધ કરો.

Read Also

Related posts

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari

દેશમાં કોરોનાનું સંકટ વધુ ઘેરાયું, છેલ્લા 24 ક્લાકમાં 28નાં મોત અને 704 નવા કેસ નોંધાવાથી ચિંતાજનક પરિસ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!