ટીવી કલાકાર તુનિષા શર્માની આત્મહત્યાના કેસમાં પકડાયેલા સહકલાકાર શીઝાન ખાન તપાસમા સહકાર આપતો નથી અને તેણે વોટ્સએપ ચેટ ડિલીટ કર્યા છે અને જામીન અપાશે તો મુખ્ય સાક્ષીદારોને ધમકાવી શકે છે, એવી નોંધ પાલઘરની વસઈ કોર્ટે તેની જામીન અરજી ફગાવતાં આદેશમાં નોંધ કરી હતી. ૧૩ જાન્યુઆરીએ ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી હતી જેનો વિસ્તૃત આદેશ હાલ ઉપલબ્ધ થયો છે.

આદેશમાં જણાવ્યું હતું કે કથિત બનાવ પૂર્વે અરજદારના મેકઅપ રૃમમા ંબંને વચ્ચે કઈક થયું છે જેને લીધે શર્મા આત્મહત્યા કરવા પ્રેરાઈ હતી. ખાન તપાસમાં તહકાર આપતો નથી અને બનાવ સમયે મૃતક અને તેની વચ્ચે શું વાત થઈ હતી એ જણાવતો નથી અને આ જ વાત શર્માની આત્મહત્યા પછળનું મૂળ કારણ છે. અરજદારે મૃતક અને તેના મિત્રો સાથેના વોટ્સ એપ ચેટ મેસેજ ડિલીટ કરી દીધા હોવાની વાત સરકારી પક્ષ માટે ચિંતાની બાબત છે.
ખાન અને શર્માના ફોન ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેથી ડિલીટ કરેલા મેસેજ મેળવી શકાય. આરોપીએ આ રીતે અન્ય છોકરીઓને પણ દગો આપ્યો છે કે નહીં એ તપાસવું જરૃરી છે. કેસના સાક્ષીદાર ખાનના સહકલાકારો છે અને જો તે જામીન પર છૂટશે તો સાક્ષીદારોને ધમકાવી શકે છે. મુખ્ય સાક્ષીદારોના નિવેદનો નોંધવાના બાકી છે અને આ તબક્કે જામીન અપાશે તો સરકારી પક્ષને ગંભીર અસર થશે.

શર્મા સાથે બે મહિના માટે સંબંધ રાખ્યા બાદ તરત જ સંબંધ તોડી નાખ્યો હોવાની વાતની પણ કોર્ટે આદેશમાં નોંધ લીધી હતી. આદેશમાં એમ પણ જણાવ્યું છે કે શર્મા સ્ટુડિયોના મુખ્ય ગેટ સુધી ખાનની પાછળ ગઈ હતી અને પાછી ફરીને મેક અપ રૃમમાં ફાંસો ખાઈ લીધો હતો. તપાસ દરમ્યાન એક ચિઠ્ઠી પણ મળી છે જેમાં અરજદારનું નામ અંગ્રેજીમાં લખાયું છે અને સાથે લખ્યું હતું કે ‘મને સહકલાકાર તરીકે મેળવીને તે ઘણો ધન્ય છે વુ હુ..’
READ ALSO
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ
- નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ
- આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી