GSTV
Home » News » ‘બાહુબલી’ બનવા માંગતો હતો આ શખ્સ, બદલામાં મળી ભયાનક મોત

‘બાહુબલી’ બનવા માંગતો હતો આ શખ્સ, બદલામાં મળી ભયાનક મોત

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી 2’ આ વર્ષની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ છે. ફિલ્મએ દરેક રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મના દરેક સીન્સના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. આ પહેલા જ્યારે ‘બાહુબલી’ની સીરિઝની પહેલી ફિલ્મ ‘બાહુબલી: ધ બિગનિંગ’ રિલીઝ થઇ ત્યારે  તે ફિલ્મે પણ ઇતિહાસ રચ્યો હતો.

‘બાહુબલી: ધ બિગનિંગ’ના એક સીનમાં ફિલ્મના હીરો પ્રભાસ ઝરણા પરથી કૂદે છે અને બીજા પહાડ પર જવાનો પ્રયત્ન કરે છે. ફિલ્મના આ સીનને હજુ સુધી લોકો ભૂલી શક્યા નથી. થિયેટરમાં આ સીન જોયા બાદ ઓડિયન્સે તાળીઓ પાડી હશે પરંતુ વાસ્તવમાં આ સીન ખરેખરમાં રિસ્કી છે. એક રિપોર્ટ અનુસાર, ”એક બિઝનેસમેને ‘બાહુબલી’ની જેમ જ કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો અને તેની મોત થઇ ગઇ.”

મુંબઇના આ બિઝનેસમેનનું નામ ઇંદ્રપાલ પાટિલ છે ઇંદ્રપાલએ શાહપુરના માહુલી કિલ્લાથી કૂદકો માર્યો પરંતુ ટાઇમિંગ બરાબર ન થવાને કારણે તેની મોત થઇ ગઇ. શાહપુર પોલીસના અનુસાર ઇંદ્રપાલે ‘બાહુબલી’ જોઇને આ સ્ટંટ કર્યો છે. મૃતકના ભાઇ મહેન્દ્રા અનુસાર, ”તેમના ભાઇને કોઇ ધક્કો આપ્યો હશે અથવા તો મસ્તી મસ્તીમાં આ સ્ટંટ કરતા તેમને જીવ ગુમાવવો પડ્યો.”

પોલિસ અનુસાર વરસાદમાં આ પ્રકારના કેટલાય કેસ આવે છે તેથી આ વૉટરફૉલને નો એન્ટ્રી ઝોન જાહેર કરવાનો છે.

Related posts

હરેન પંડ્યા હત્યા કેસના આરોપીઓને સુપ્રીમે આજીવન કેદની સજા ફટકારી

Mayur

સાધ્વી પ્રજ્ઞાએ આપેલા નિવેદનથી પ્રધાનમંત્રીની એક યોજનાનું અપમાન થઈ ગયું છે

Mayur

Pakના ફેમસ એક્ટરની પત્નીનો આરોપ: હું ગર્ભવતી હતી ત્યારે મને જમીન પર ધસડીને લાતો મારી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!