GSTV

હવે શિવસેનાનો વારો, ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ‘અતિ ઉન્માદ સારો નથી’

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામને લઈને શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું છે. સામનાના તંત્રી લેખમાં ભાજપને તેની ઘટતી જતી શક્તિઓનો અહેસાસ કરાવવામાં આવ્યો છે સાથે જ લખવામાં આવ્યું છે કે અતિ ઉન્માદ સારો નથી નહીંતર ખતમ થઈ જશો. શિવસેનાએ આ ચૂંટણી પરિણામને હેરાન કરનારું ગણાવ્યું છે.

તંત્રી લેખમાં જ્યાં ભાજપની નિંદા કરવામાં આવી છે તો પ્રદેશમાં એનસીપી અને કોંગ્રેસની વધતી જતી તાકાતનો પણ ઉલ્લેખ કરાયો છે. શિવસેનાએ કહ્યું કે મહારાષ્ટ્રના લોકોનું પરિણામ સીધું અને સ્પષ્ટ છે. સામનામાં લખવામાં આવ્યું છે કે આવો જનાદેશ કે જે ઈવીએમની મશીનથી બહાર આવ્યો છે. ઈવીએમથી માત્ર કમળ જ બહાર આવશે આવો આત્મવિશ્વાસ સીએમ ફડણવીસને અંતિમ ક્ષણ સુધી હતો પરંતુ 164માંથી 63 બેઠક પર કમળ ન ખીલ્યું.

uddhav thackeray pm modi

સમગ્ર મહારાષ્ટ્રના પરિણામ પર નજર કરીએ તો શિવસેના-ભાજપ ગઠબંધનને સરકાર બનાવવા જેટલી બહુમતી મળી ગઈ છે. તંત્રી લેખમાં વધુમાં લખવામાં આવ્યું છે કે આંકડાની રમત સંસદીય લોકતંત્રમાં જ ચાલે છે. યુતિનો આંકડો સ્પષ્ટ બહુમતીનો છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે 105 સીટ પર જીત મેળવી છે, તો શિવસેનાને 56 બેઠક મળી છે.

READ ALSO

Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!