બંગાળ વિધાનસભા ચૂંટણી માટે હવે શિવસેના પણ તૈયારીઓ કરી રહી છે. મમતાના ગઢમાં આ વખતે શિવસેના પણ ઉતરશે. રવિવારે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે,‘અમે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. અમે વહેલી તકે કોલકાતા પહોંચી રહ્યાં છીએ.’
શિવસેનાની બંગાળ ચૂંટણી લડવાની જાહેરાત બાદ રાજ્યમાં રાજકીય પારો હવે વધુ ગરમાશે. એક તરફ ભાજપ બંગાળમાં સંપૂર્ણ તાકાત લગાવી રહી છે, જ્યારે AIMIMએ બંગાળ ચૂંટણી લડવાની પહેલા જ જાહેરાત કરી દીધી છે. હવે શિવસેનાની એન્ટ્રીથી ટીએમસી માટે નવી મુશ્કેલીઓ ઉભી થશે. ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીના નેતૃત્ત્વવાળી સરકારનો કાર્યકાળ 30 મેનાં રોજ પૂર્ણ થઈ રહ્યો છે. 2013ના બંગાળ ચૂંટણીમાં ભાજપ આજની સરખામણીએ ઘણો નબળો પક્ષ હતો. પરંતુ હવે સ્થિતિ અલગ છે. 2019 લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપે 18 બેઠકો કબ્જે કરી હતી. ભાજપે બંગાળમાં પોતાની માટે માહોલ ઊભો કર્યો તે વાતને કોઈ નકારી શકતું નથી. એવામાં જ્યારે શવિસેનાની એન્ટ્રી કોને ફાયદો કરાવશે અને કોને નુકસાન એ જોવાનું રહેશે.
બંગાળમાં ઔવેસી ઈફેક્ટ?
બંગાળનો એ વિસ્તાર જે બિહારના સીમાંચલ અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલ છે ત્યાંના મુસ્લિમો ઔવેસીને મત આપી શકે છે. જો આમ થયું તો 40થી વધુ બેઠકો પર ઔવેસી પરિણામ બદલવામાં ભૂમિકા ભજવી શકે છે. એવામાં ફાયદો ભાજપને થતો જોવા મળી રહ્યો છે. હવે ટીએમસીના ઘણા દિગ્ગજ નેતાઓએ ભાજપમાં જોડવવાનો નિર્ણય કર્યો છે. જેમાં સૌથી ચર્ચિત નામ શુભેન્દુ અધિકારી છે.

23 જાન્યુઆરીએ વડાપ્રધાન જશે બંગાળ
વડાપ્રધાન મોદી 23 જાન્યુઆરીએ મમતાના ગઢમાં જશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર વડાપ્રધાન કોલકાતા જશે. વડાપ્રધાનનો પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. જ્યારે 23 જાન્યુઆરીએ જ મમતા બેનર્જી કોલકાતામાં 9 કિ.મી. લાંબી પદયાત્રા કરવાની છે.
READ ALSO
- શું સબ સલામત! ગુજરાતમાં ફિલ્મી ઢબે થઈ કરોડોના સોનાની લૂંટ, કારમાં સવાર શખ્સોએ બસ આંતરીને આંગડીયાના કર્મચારીઓને લૂંટ્યા
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!
- ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર