GSTV
Home » News » શિવસેનાની રમઝાનમાં આતંકી હિંસા અને પથ્થરબાજી મામલે આકરી ચાબખાબાજી

શિવસેનાની રમઝાનમાં આતંકી હિંસા અને પથ્થરબાજી મામલે આકરી ચાબખાબાજી

પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીલેખ દ્વારા શિવસેનાએ જમ્મુ-કાશ્મીરમાં રમઝાનમાં સસ્પેન્શન ઓફ ઓપરેશન દરમિયાન આતંકી હિંસાચાર અને પથ્થબાજી મામલે આકરી ચાબખાબાજી કરી છે. શિવેસનાએ વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રા, સંરક્ષણ પ્રધાન અને ગૃહ પ્રધાનને નિશાને લીધા છે. તેની સાથે જ મોદી સરકારની કાશ્મીર નીતિને પણ નિષ્ફળ ગણાવી છે.

કાશ્મીરમાં નગ્ન નાચ શીર્ષક હેઠળ શિવસેનાના મુખપત્ર સામાનામાં પ્રકાશિત થયેલા તંત્રીલેખમાં કેન્દ્રની મોદી સરકારની કાશ્મીર નીતિને આડે હાથ લેવામાં આવી છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે હિંદુસ્થાનમાં આંતરીક સુરક્ષા એક પ્રકારે મજાક બનતી જઈ રહી છે. અયોધ્યામાં રામનું મંદિર હજી સુધી બની શક્યું નથી. રામ આજે પણ વનવાસમાં છે. પરંતુ દેશની સુરક્ષા માત્ર રામભરોસે ચાલી રહી છે. શિવસેનાએ કહ્યું છે કે રમઝાન માસમાં કાશ્મીરમાં જે હિંસાચાર, રક્તપાત, હત્યાનો આતંકવાદીઓએ સિલસિલો શરૂ કર્યો છે. આનું પાપ સરકારના માથે મઢવું પડશે.

સામનાના તંત્રીલેખમાં કટાક્ષ કરતા કહેવામાં આવ્યું છે કે આપણી પ્રિય મોદી સરકારે રમઝાનના પવિત્ર માસનું સમ્માન કરવા માટે કાશ્મીરમાં એકતરફી યુદ્ધબંધી જાહેર કરી છે. પરંતુ આ સમયગાળામાં સીમા પારથી અને અંદર પણ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓનો રક્તપાત થંભ્યો નથી. શિવસેનાએ કહ્યુ છે કે ગત ચાર માસમાં લગભગ બસ્સો લોકોથી વધુ લોકોની કાશ્મીરમાં હત્યા થઈ છે અને તેમા આપણા જવાનોની સંખ્યા વધુ છે. સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને તેની હત્યા કરવાના મામલે પણ શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં સરકારને નિશાને લઈને ચાબખાબાજી કરવામાં આવી છે. રમઝાનમાં સસ્પેન્શન ઓફ ઓપરેસનના નિર્ણયનો વિરોધ કરતા શિવસેનાએ ક્હયુ છે કે આપણે રમઝાનની પવિત્રતાનું સમ્માન કરીએ અને પાકિસ્તાની આપણા લોહીથી રમઝાનની ઈફ્તારી કરે.. તેવી ભયંકર સ્થિતિ હાલના દિવસોમાં કાશ્મીરમાં દેખાઈ રહી છે.

શિવસેનાએ ક્હયુ છે  કે વડાપ્રધાન વિદેશ પ્રવાસ પર હોય છે અને સંરક્ષણ પ્રધાન પાર્ટીના કાર્યોમાં અટવાયેલા છે. ગૃહ પ્રધાન છે અને નથી પણ… શિવસેનાએ કહ્યુ છે કે વડાપ્રધાને વિદેશ યાત્રા કરીને હિંદુસ્થાનની ગર્દન દુનિયામાં ઉંચી કરી છે એવું કહેવામાં આવે છે. પરંતુ આ ગર્દનને તોડવાનું કામ સંયુક્ત રાષ્ટ્રે કર્યું છે. કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન થતું હોવાનો ફાલતૂ રિપોર્ટ યુનોએ પ્રકાશિત કરીને મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિમાને ધૂમિલ કરી દીધી છે.

યુનોમાં આપણે આપણી વાત સારી રીતે મૂકી શક્યા નથી

સામનાના તંત્રીલેખમાં રમઝાનથી શરૂ થઈને અત્યાર સુધીમાં કાશ્મીરમાં 18 જવાનો શહીદ થયા હોવાનું જમાવીને રાઈઝિંગ કશ્મીરના તંત્રી સુજાત બુખારીની હત્યાના મામલે સસ્પેન્શન ઓફ ઓપરેશનના એલાનની સામે ગંભીર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. કાશ્મીરના હિંદુસ્થાનના સમર્થનમાં ઉઠનારી તમામ અવાજને ખામોશ કરવા માટે આતંકવાદીઓની બંદૂકો ધણધણી રહી હોવાનું જણાવીને શિવસેનાએ કહ્યુ છે કે આપણે માત્ર રમઝાનની પવિત્રતાનું સમ્માન કરી રહ્યા છીએ અને સૈનિકો તથા બીએસએફનું મનોબળ તોડી રહ્યા છીએ અને આ કોઈ મર્દાનગીની નિશાની નથી. પીએમ મોદીની વિદેશ યાત્રા પર નિશાન સાધતા શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે અસંખ્ય વિદેશ પ્રવાસો કર્યા બાદ પણ કાશ્મીરના સવાલ પર હિંદુસ્થાનની સાથે ઉભા રહેવા માટે કોઈ તૈયાર નથી અને યુનોમાં આપણે આપણી વાત સારી રીતે મૂકી શક્યા નથી.

આતંકવાદીઓનો કાશ્મીરમાં નગ્ન નાચ ચાલુ

કાશ્મીર સમસ્યાના જેટલા ચીથડા નહેરુ અથવા કોંગ્રેસે નથી ઉડાવ્યા એટલા હાલના સત્તાધારીઓએ ઉડાવ્યા છે. શિવસેનાએ કહ્યુ છે કે કોંગ્રેસે ચરાર-એ-શરીફ દરગાહમાં સેના દ્વારા આતંકવાદીઓને બિરયાનીની થાળી પહોંચાડી હોવાનું ગાઈ વગાડીને કહેવામાં આવે છે. પરંતુ આજે આપણે રમઝાનમાં રોજા નિભાવતા જવાનોને આતંકવાદીઓના કસાઈખાનામાં કુરબાનીના બકરા તરીકે મોકલી રહ્યા છીએ. આ દુખદ છે. પીએમ નિવાસ પર યુએફઓ દેખાયા બાદ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં વધારો કરાયો છે. તેના પર સામનાના તંત્રીલેખમાં કટાક્ષ કરાયો છે. શિવેસનાએ કહ્યું છે કે રમઝાનના રોજા રાખનારી આપણી સરકાર શીર કુરમાના ઓડકાર ખાતા પગ પર પગ રાખીને બેઠી છે. રમજાન માટે આપણે એક તરફી યુદ્ધબંધી ઘોષિત કરી છે. તેને આપણા સુરક્ષાદળો પર કડકાઈથી લાગુ કરવામાં આવી છે. પરંતુ આનો ખોટો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓનો કાશ્મીરમાં નગ્ન નાચ ચાલુ છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે હિંદુસ્થાન પ્રત્યેના પ્રેમના દરેક અવાજને દબાવાઈ રહ્યો છે. શિવસેનાએ પીએમ મોદી પર નિશાન સાધતા તેમની આંતરરરાષ્ટ્રીય યાત્રાઓ અને રાજનીતિને અસફળ ગણાવી છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય, કેદ કરેલા 4000 લોકોમાંથી 3100ને કરવામાં આવ્યા જેલ મુક્ત

Arohi

પુંછમાં ફરી પાકિસ્તાનની નાપાક હરકત, સેનાની ચોકીને બનાવી નિશાન

Arohi

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી થયો ભારે ભરખમ વધારો, જાણો ક્યાં પહોંચ્યા ભાવ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!