GSTV

ચૂંટણીપંચ ભાજપની જ એક શાખા : તેજસ્વી આવતીકાલે બિહારના મુખ્યમંત્રી હશે તો તે નવાઈની વાત નહી હોય, ગોળગોળ શિવસેના

બિહાર ચૂંટણીને લઈને શિવસેનાના પ્રવક્ત સંજય રાઉતે મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે, તેજસ્વી યાદવ બિહારના સીએમ બનશે તો મને નવાઈ નહી લાગે.

શિવસેનાએ કર્યા તેજસ્વીના ભરપેટ વખાણ

શિવસેના

બિહાર ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહયા છે. પહેલા તબક્કાનુ મતદાન પુરુ થઈ ગયુ છે ત્યારે સંજય રાઉતે લાલુ પુત્ર અને આરજેડીના નેતા તેજસ્વી યાદવના ભરપૂર વખાણ કર્યા છે. તેમણે કહ્યુ છે કે, તેજસ્વી આવતીકાલે બિહારના મુખ્યમંત્રી હશે તો તે નવાઈની વાત નહી હોય. કોઈ સહારા વગર તેજસ્વી યાદવ આજે તમામ રાજકીય પક્ષો માટે પડકારરુપ બની ગયા છે. સીબીઆઈ અને ઈનકમટેક્સ વિભાગ તેમની પાછળ પડ્યા છે, તેમના પિતા જેલમાં છે અને તે છતા તે ચૂંટણી જંગમાં છે.

ચૂંટણી પંચ પર સંજય રાઉતે સાધ્યું નિશાન

સાથે સાથે રાઉતે ચૂંટણી પંચ પર પણ નિશાન સાધીને તેને ભાજપની જ એક બ્રાન્ચ ગણાવ્યુ છે. રાઉતે કહ્યું હતું કે, ભાજપે બિહારના મતદારોને ચૂંટણીમાં જીત મળી તો કોરોના વેક્સિન ફ્રીમાં આપવાનો વાયદો કર્યો છે. જોકે ચૂંટણી પંચે તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણ્યું નથી. ચૂંટણી પંચ જોકે ભાજપની જ એક શાખા છે ત્યારે ચૂંટણી પંચ પાસે કોઈ આશા રાખવી નકામી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

Pravin Makwana

રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો : છેલ્લા 24 કલાકમાં 1598 કેસ સાથે 15 લોકોના મોત, 89 લોકો વેન્ટીલેટર પર

Nilesh Jethva

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને થયો કોરોના, ફેફસામાં ઈન્ફેક્શન વધતા ICUમાં કર્યા ભરતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!