GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી-2019માં ભલે શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે ગઠબંધનને લઇને કોઇ તકરાર ન જોવા મળી. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં 2014 જેવી જ તસવીર જોવા મળી રહી છે. સૂત્રો મુજબ ભાજપે શિવસેનાને સ્પષ્ટ કહી દીધુ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓએ જેટલી સીટો જીતી હતી તેટલી જ બેઠકો બંને પક્ષો પાસે રહેશે. બાકીની જે બેઠકો બચશે. તેમાં વહેચણી કરવામાં આવશે.

આ મુજબ શિવસેનાને  આશરે 115 બેઠકો મળી રહી છે. જો કે શિવસેનાએ આ ફોર્મુલા સામે વાંધો લીધો છે. અને કહ્યું કે 2019ની ચૂંટણીમાં ફડણવીસે કહ્યું હતુ કે વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી બરાબર થશે. તો બીજી તરફ મહારાષ્ટ્રના અન્ય પક્ષો પણ બેઠકોની માંગણી કરી રહ્યા છે. આરપીઆઇના રામદાસ અઠાવલેએ 10 બેઠકોની માંગણી કરી છે.

ગત સપ્તાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાંવ્યું હતું કે થોડા દિવસોમાં જ વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે. જો કે સાત દિવસ બાદ પણ કોઇ એલાન કરાયું નથી.

મહત્વનું છે કે 2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ શિવસેના 150 બેઠકોથી ઓછી સીટો પર ચૂંટણી લડવા માટે તૈયાર નહોતું, જેનાં કારણે આ વખતે પણ ભાજપ દરેક વાત ટાળી રહી છે. સૂત્રોનું કહેવું છે કે શિવસેના નેતૃત્વ ગત વખતની સરખામણી આ વખતે ઓછી સીટો પર લડવા માટે તૈયાર છે. જો કે તેમ છતાં ભાજપ દ્વારા આપવામાં આવતી 128 બેઠકો પર શિવસેનાં રાજી નથી. શિવસેના ઓછામાં ઓછી 135 સીટ માગી રહી છે.

READ ALSO

Related posts

મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો, સત્તા તો ગઈ પરંતુ હવે પાર્ટીએ પણ આપ્યો ઝટકો

Nilesh Jethva

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Nilesh Jethva

ભારત સહિત 25 દેશો પેસિફિક મહાસાગરમાં કરશે યુદ્ધાભ્યાસ, આ પાડોશી દેશને ન અપાયું આમંત્રણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!