GSTV
India News ટોપ સ્ટોરી

શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્યો વાયા સુરત થઈ ગુવાહાટી પહોચ્યા, મહારાષ્ટ્રના ધારાસભ્ય માટે એર લિફ્ટ કરવા માટેનું સુરત કેન્દ્ર બન્યું

મહારાષ્ટ્ર સરકારના રાજકીય ભૂકંપ માટે એપી સેન્ટર બન્યું સુરત આજે ત્રીજા દિવસે પણ શિવસેનાને આફટર શોક આપ્યા છે.  પહેલા દિવસે 41  બીજા દિવસે ત્રણ અને ત્રીજા દિવસે પણ મહારાષ્ટ્ર સરકારના ત્રણ ધારાસભ્યો મુંબઈથી ગુવાહાટી વાયા સુરત થઈ પહોંચ્યા છે. ગઈકાલે રાત્રે એક ધારાસભ્ય આવ્યા બાદ આજે બીજા બે ધારાસભ્ય આવ્યા હતા અને તેઓ સુરતથી હવાઈ માર્ગે ગુવાહાટી પહોંચ્યા છે. 

મહારાષ્ટ્રના રાજકારણમાં ભજવાયેલા હાઇવોલ્ટેજ ડ્રામામાં સુરત સ્ટેજ ( રંગમંચ)નો મહત્વનો ભાગ ભજવ્યો છે. સોમવારે મોડી રાત્રીથી મહારાષ્ટ્ર સરકારના ધારાસભ્યોનું સુરત આવવાનું શરૂ થયું હતું તે આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ જ રહ્યું છે. આજે ત્રીજા દિવસે શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્ય અને અન્ય એક વ્યક્તિ મુંબઈથી સુરત આવ્યા અને સુરતથી ગુવાહાટી પહોંચી ગયાં છે.

ભાજપ

સોમવારે રાત્રે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને  શિવસેનાના બળવાખોર ધારાસભ્યના નેતા એકનાથ શિંદે સડક માર્ગે સુરતના ડુમસ રોડની ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચી ગયા હતા. એકનાથ શિંદે સાથે 11 ધારાસભ્ય આવ્યા હતા પરંતુ તેઓ સુરત એરપોર્ટ પરથી ગુવાહાટી એર લિફ્ટ થયાં ત્યારે 36 શિવસેનાના અને સાત અપક્ષ ધારાસભ્યો મળી કુલ 41 ધારાસભ્યો હતો.

41 ધારાસભ્યો વાયા સુરત થઈ ગુવાહાટી પહોંચ્યાના બીજા દિવસે પણ મહારાષ્ટ્રથી શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્ય મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ સાથે આવ્યા હતા અને રાત્રે તેઓ પણ ગુવાહાટી પહોંચાડી દેવામાં આવ્યા હતા.ગઈકાલે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સાથે શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમ, ગોપાલ દલવા અને મંજુલા ગાવિત આવ્યા હતા થોડા કલાકો ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા અને ત્યાંથી એરપોર્ટથી ગુવાહાટી પહોંચ્યા હતા. 

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર / શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતાનું વિવાદાસ્પાદ નિવેદન, 40 લોકો માત્ર જીવતી લાશો

Hardik Hingu

મહારાષ્ટ્રમાં રાજકીય સાથે કાયદાકીય લડાઈ / બળવાખોરોએ ડેપ્યુટી સ્પીકરને હટાવવાની નોટિસ આપી

Hardik Hingu

પૂર પીડિતોની જગ્યાએ ધારાસભ્યો પર રૂપિયાની લહાણી, આદિત્ય ઠાકરે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Zainul Ansari
GSTV