મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ ઈડીની કસ્ટડીમાં છે.આ મામલામાં ભાજપના નેતા કિરિટ સોમૈયાએ શિવસેના અને એનસીપી પર નિશાન સાધ્યુ છે. સોમૈયાએ કહ્યુ છે કે, અનિલ દેશમુખની ધરપકડ થઈ ચુકી છે અને બીજા નેતાઓનો વારો આવશે.પુત્ર, જમાઈ, ભાગીદાર અને અનિલ પરબ સહિત શિવસેના અને એનસીપીના નેતાઓ સુધી વસૂલી ફંડ પહોંચતુ હતુ.

મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે ઈડીએ તેમના પુત્ર ઋષિકેશ દેશમુખને પૂછપરછ માટે સમન્સ મોકલ્યુ છે.એવુ કહેવાય છે કે તેમને શુક્રવારે ઈડી સમક્ષ હાજર થવા માટે કહેવાયુ છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.જેમાં તેમણે દાવો કર્યો હતો કે, અનિલ દેશમુખે સચિન વાજેને 100 કરોડ રુપિયાની દર મહિને ઉઘરાણી કરવા માટે કહ્યુ હતુ.
એ પછી આ કેસની તપાસ ઈડી દ્વારા શરુ કરાઈ છે.અનિલ દેશમુખની આ કેસમાં ઈડીએ ધરપકડ કરી છે અને તેઓ 6 નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં છે.
READ ALSO
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો