મોદીએ એ કામ કરવું જોઈએ જે ઇન્દિરા ગાંધીએ કરી બતાવ્યું હતું, શિવસેનાએ પૂછ્યા ખુલાસા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ શિવસેનાના નિશાને કેન્દ્ર સરકાર આવી. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં જણાવ્યુ કે, પુલવામામાં લોહીની નદીઓ વહી. આતંકી હુમલા બાદ તમે સર્જિકલ સ્ટ્રાઈક કરવાના છો તો તેને બદલા ગણવામાં આવશે નહી. સામનામાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના પણ ગુણગાન ગાવામાં આવ્યા છે. સામનામાં કહેવામાં આવ્યુ કે, ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનોને પાઠ ભણાવ્યો હતો.

ભારતીય સેના લાહોર સુધી ઘુસી ગઈ હતી અને પાકિસ્તાનના લાખો સૈનિકોને ઘુંટણીએ પડવા માટે મજબૂર કર્યા હતા. પુલવામામાં થયેલા હુમલા બાદ પીએમ મોદીએ સેનાને છુટ આપી છે. પરંતુ આ છુટ સર્જિકલ સ્ટ્રાઈક કે યુદ્ધ માટે આપવામાં આવી છે તેનો પણ ઉલ્લેખ પણ કરવો જોઈએ.  આ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ હતુ કે, માત્ર સર્જિકલ સ્ટ્રાઈકથી કામ નહીં ચાલે. લાહોર અને ઈસ્લામાબાદમાં હુમલો કરવો પડશે. મોદી સરકારે એ કામ કરવા જોઈએ જે કામ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ કર્યુ હતુ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter