મહારાષ્ટ્રની પળેપળ બદલાતી રાજકીય સ્થિતિ અને અજમાવાઈ રહેલા દાવપેચ વચ્ચે બળવાખોર નેતા એકનાથ શિંદે સહિત ૧૨ બંડખોર ધારાસભ્યોનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવાની માગણી કરતી અરજી શિવસેનાએ કરી હતી.

શિવસેનાના જૂથ- નેતા અજય ચૌધરીએ આજે વિધાનસભાના ઉપસભાપતીને મળી બળવાખોર જૂથના ૧૨ એમએલએનું સભ્યપદ રદ કરવાની માગણી કરતી પિટિશન સુપરત કરી હતી. શિવસેના તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં કોઈ કારણ આપ્યા વગર ગેરહાજર રહેવા બદલ તેમની સામે પગલાં લઈ સભ્યપદ રદ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.

શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું હતું કે મીટિંગમાં હાજર ન રહી શકેલા અમુક સદસદસ્યોએ કારણો દર્શાવ્યા હતા. એટલે આજની પિટિશનમાં તેમના નામોનો સમાવેશ નથી કરવામાં આવ્યો. મુખ્યત્વે એકનાથ શિંદે ઉપરાંત તાનાજી સાવંત, અબ્દુલ સત્તાર, પ્રકાશ સુર્વે, સંજય શિરસાદ, લતા સોનાવણે, અનિલ બાબર, ભરત ગોગાવલે સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એકનાથ શિંદેને બળવાખોર જૂથના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગુવાહાટીમાં મળેલી બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં ભરત ગોગાવાલેને મુખ્ય સચેતક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બેઠક બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ડેપ્યુટી સ્પીકરને પત્ર લખવામાં આવ્યા છે. આ પત્રમાં 37 ધારાસભ્યોના હસ્તાક્ષર પણ છે. તો બીજી તરફ શિવસેનાએ બોલાવેલી બેઠકમાં હાજર ન રહેનાર 12 ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ વર્ષા બંગલોમાં ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમા ધારાસભ્યો ગેરહાજર રહેતા ઉદ્ધવ ઠાકરે દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
READ ALSO
- Breaking / મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ, ઉદ્ધવા ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે