એક સમયે ત્રણ ત્રણ દાયકા સુધી ભાજપની સાથે રહેલા શિવસેનાએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી જીતવા માટે ખુદ ભાજપે પુલવામામાં 40 CRPF જવાનોનું લોહી વહાવ્યું હતું. ટીઆરપી વધારવા વિવિધ ટીવી ચેનલ્સ દ્વારા રમાતા કાવાદાવાની તપાસ દરમિયાન રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામી અને બાર્કના ભૂતપૂર્વ વડાની વ્હૉટ્સ એપ ચેટ બહાર આવ્યા પછી શિવસેનાએ આવો ગંભીર આક્ષેપ કર્યો હતો.

સામનામાં શિવસેનાના આક્ષેપ
પોતાના મુખપત્ર સામનામાં લખેલા અગ્રલેખમાં શિવસેનાએ કહ્યું હતું કે પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું હતું. અર્ણબ ગોસ્વામીની બહાર આવેલી વ્હૉટ્સ એપ ચેટ આવા આક્ષેપોને સમર્થ આપે છે. અર્ણબ ગોસ્વામીની ટીવી ચેનલે ટીઆરપી વધારવા માટે આ પ્રકારના ગોરખધંધા કર્યા હતા.

અર્ણબ ગોસ્વામી સાથે થયેલ ચેટનો ઉલ્લેખ
સામનામાં વધુમાં લખવામાં આવ્યું હતું કે અર્ણબ ગોસ્વામીની વ્હોટ્સ એપ ચેટે રાષ્ટ્રીય સલામતી સાથે સંકળાયેલી ઘણી વાતો પ્રગટ કરી દીધી હતી. આ મુદ્દે ભાજપ કેમ તાંડવ નથી કરતું. ચીને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરીને ગામ વસાવી દીધું એ મુદ્દે કેમ ભાજપ તાંડવ નથી કરી રહ્યું. અર્ણબ ગોસ્વામીને રાષ્ટ્રીય સલામતીને લગતી ગુપ્ત બાબતો કોણે આપી હતી, એની સામે ક્યારે પગલાં લેવાશે એ ભાજપે સ્પષ્ટ કરવું જોઇએ.
અર્ણબના દેશદ્રોહના મુદ્દે ભાજપ કેમ મૌન?: સામના
સામનામાં ભાજપની આજના જેવી આકરી ટીકા અગાઉ બહુ ઓછા પ્રસંગે થઇ હતી. સામનાએ લખ્યું કે અર્ણબ ગોસ્વામીએ 40 જવાનોની શહાદતનું ઘોર અપમાન કર્યું હતું. એવું અપમાન તો પાકિસ્તાનીઓએ પણ નથી કર્યું. અર્ણબના દેશદ્રોહના મુદ્દે ભાજપ મોઢામાં મગ ભરીને કેમ બેઠો છે.
કોંગ્રેસે પણ કરી હતી તપાસની માંગ
દરમિયાન, બુધવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એ કે એન્ટની, સુશીલ કુમાર શિંદે, સલમાન ખુર્શીદ અને ગુલામ નબી આઝાદે પણ એક પત્રકાર પરિષદ યોજીને અર્ણબ ગોસ્વામી અને બાર્કના ભૂતપૂર્વ વડા વચ્ચેની વ્હૉટ્સ એપ ચેટની તપાસ યોજવાની માગણી કરી હતી. આ આખી બાબતને દેશદ્રોહ સમાન ગણાવીને આ કોંગ્રેસી નેતાઓએ સંસદના સત્રમાં આ મુદ્દો ઊઠાવવામાં આવશે એવો પણ અણસાર આપી દીધો હતો. તેમણે કહ્યું કે આ ઘટનામાં જે કંઇ સત્ય હોય એ સરકારે બહાર લાવવું જોઇએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- LIVE: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જંગી મતદાન : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં
- કોરોના અપડેટઃ સુપર સ્પ્રેડિંગ ઈવેન્ટને રોકવા માટે ભરો કડક પગલાં, કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને આપી આ સૂચના
- બૉલિવુડની આ 5 હસિનાઓએ દેખાડી તેની સેકસી કમર, જુઓ તેની તસ્વીરો
- રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા
- મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે