GSTV

હિન્દુત્વની વાતો કરતી ભાજપ સાવરકરને ભારત રત્ન કેમ નથી આપતી?, શિવસેનાએ કાઢી ઝાટકણી

Last Updated on October 26, 2020 by Mansi Patel

કોંગ્રેસ દ્વારા વિનાયક દામોદર સાવરકારની આલોચના કરવા ઉપર શિવસેનાની ચુપ્પીને લઇને ભાજપે મહારાષ્ટ્રના મુખ્યનમંત્રી અને શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ નિશાન સાધ્યું છે. જેના જવાબમાં હવે શિવસેનાએ પલટવાર કર્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે ભાજપને પૂછ્યું છે કે ભાજપે વીર સાવરકરને હજુ સુધી ભારત રત્ન કેમ નથી આપ્યો? શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે સંવાદદાતાઓ સાથે વાત કરતા કહ્યું કે હિન્દુત્વ વિચારધારક વીર સાવરકરને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન મળવું જોઇએ.

આ વર્ષએ કોરોના મહામારીને કારણે શિવસેનાની વાર્ષિક દશેરા રેલી દરમિયાન રવિવારે પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવાજી પાર્કની જગ્યાએ દાદરમાં આવેલા સાવરકર હોલમાં સંબોધન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનની સરકાર છે. કોંગ્રેસ દ્વારા સાવરકરની આલોચનાને લઇને ભાજપના પ્રવક્તાએ શિવસેના પર નિશાન સાધતા કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સરકાર દ્વારા સાવરકારની આલોચના ઉપર એકેય શબ્દ કહ્યો નથી અને હવે તેમને સાવરકર હોલમાં સંબોધન કરવું પડે છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે શિવસેનાએ સત્તા માટે હિન્દુત્વ સાથે સમજૂતી કરી છે.

જેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે સાવરકર સાથે જોડાયેલા મુદ્દા પર શિવસેના ક્યારેય ચૂપ નથી રહી અને રહેશે પણ નહીં. તેમણે આગળ કહ્યું કે સાવરકર ઉપર શિવસેનાના વલણને સમજવા માટે ઇતિહાસ જોવો જોઇએ. વીર સાવરકર હંમેશાથી શિવસેના અને હિન્દુત્વના પ્રેરક છે. જે લોકો અમારા ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે તેઓ સાવરકરને ભારત રત્ન કેમ નથી આપતા?

READ ALSO

Related posts

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!