GSTV
Home » News » શિવસેનાએ સામનામાં ભાજપને દેખાડ્યા આંકડા, માત્ર મરાઠાવાડામાં 11 મહિનામાં કુલ 1,623 ખેડૂતોએ આત્મહત્યા કરી

શિવસેનાએ સામનામાં ભાજપને દેખાડ્યા આંકડા, માત્ર મરાઠાવાડામાં 11 મહિનામાં કુલ 1,623 ખેડૂતોએ આત્મહત્યા કરી

શિવસેનાનાએ તેમના મુખપત્ર સામનામાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સામનામાં શિવસેનાએ મહારાષ્ટ્રના ખેડુતોની પરિસ્થિતિ જણાવી તેમને મદદ કરવા સરકારને જણાવ્યું છે. સામનામાં લખ્યું છે કે પહેલા દુષ્કાળ અને પછી અતિવૃષ્ટિના સંકટે મહારાષ્ટ્રના ખેડૂતોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે.

છેલ્લા 11 મહિનામાં મરાઠાવાડામાં કુલ 1 હજાર 623 ખેડુતોએ આત્મહત્યા કરી છે. મધ્ય ઓક્ટોબરથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી કમોસમી વરસાદ જાણે કે રાક્ષસ તરીકે આવ્યો અને રાજ્યના પાકનો નાશ કર્યો. કાપવા માટે તૈયાર પાક કાદવમાં ફેરવાઇ ગયો. તેમજ ફળના બગીચા પણ નાશ પામ્યા. મોઢા સુધી આવેલો કોળિયો કુદરત દ્વારા છિનવાઇ જતા રાજ્યભરના ખેડૂતો બહુ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ નુકસાન એટલું મોટું છે કે આ સંકટમાંથી કેવી રીતે બહાર નીકળવું. કુટુંબ કેવી રીતે ચલાવવું અને નવો પાક ઉગાડવા માટે પૈસા ક્યાંથી મળશે તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

રાષ્ટ્રપતિ શાસનની સરકારે હજુ સુધી વરસાદી દુષ્કાળ જાહેર કર્યો નથી. ઉપરાંત રાજ્યપાલે જે મદદની ઘોષણા કરી છે તે એટલી ઓછી છે કે ખેડૂતોને તેનાથી કોઈ પ્રકારની રાહત મળે તેમ નથી. નિરાશ ખેડૂત કેન્દ્ર સરકાર તરફ બહુ આશાભરી મીટ માંડી બેઠો છે. અમારે સરકારને એટલું જ કહેવું છે કે ખેડૂતોની હાય ન લો અને તેની મદદ કરો.

READ ALSO

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada

અમેરિકાનું જુઠ્ઠાણું આવ્યું સામે, ઈરાને કરેલ હુમલામાં 11 સૈનિકો ઘાયલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!