મહાશિવરાત્રીમાં ભોળેનાથને આ રીતે પ્રસન્ન કરો, થશે અનેક લાભ

મહાશિવરાત્રી

મહાશિવરાત્રી હિન્દુઓનો એક મુખ્ય તહેવાર છે. આ તહેવાર ભગવાન શિવજીના પૂજનનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ફાગણ માસના કૃષ્ણપક્ષની ચોથના રોજ મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શંકરનું બ્રહ્મા માંથી રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. ભગવાન શિવ જેટલાં જલ્દી પ્રસન્ન થાય છે તેટલાં જ જલ્ટી કોપાયમાન પણ થાય છે તેથી શિવરાત્રના દિવસે અને પૂજા દરમિયાન કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ દિવસે વહેલા ઉઠી જાઓ અને સ્નાન કર્યા પહેલાં કંઇ પણ ન ખાઓ.જો તમે વ્રત ન પણ કરતાં હોય તો પણ સ્નાન કર્યા પહેલાં ભોજન ન કરો. જો તમે વ્રત કરતાં હોય તો વહેલી સવારે ઉઠીને ગરમ પાણીએ સ્નાન કરીને શરીરની તમામ અશુદ્ધિઓ દૂર કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.

शिवरात्रि पर भूलकर भी ना करें ये 12 काम!

શિવરાત્રીના દિવસે ચોખા, ઘઉ અને દાળ માંથી બનેલા ખાદ્યપદાર્થોથી દૂર રહેવું જોઇએ. શ્રદ્ધાળુઓએ ફક્ત દૂધ, ચા, કોફી વગેરેનું સેવન કરવું જોઇએ. જો આ દિવસે તમે શિવજીને પ્રસન્ન કરવા માંગતા હોય તો કાળા રંગના વસ્ત્રો ન પહેરો.

એવું માનવામાં આવે છે કે શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર ચડાવવામાં આવેલા પ્રસાદને ગ્રહણ ન કરવો જોઇએ કારણકે તેનાથી દુર્ભાગ્ય આવે છે. તેનાથી ઘનહાનિ અને બિમારીઓ થઇ શકે છે.

શિવલિંગ પર ક્યારેય તુલસીપત્ર ન ચડાવો. શિવલિંગ પર દૂધ ચડાવતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પેકેટના દૂધનો ઉપયોગ ન કરો અને શિવલિંગ પર ઠંડુ દૂધ જ ચડાવો. હંમેશા સોના, ચાંદી અથવા કાંસાના બનેલા પાત્ર દ્વારા જ શિવલિંગ પર અભિષેક કરો. અભિષેક માટે સ્ટીલ થવા પ્લાસ્ટિકના બનેલા પાત્રનો ઉપયોગ ન કરો.

शिवरात्रि पर भूलकर भी ना करें ये 12 काम!

ભગવાન શિવને ભૂલથી પણ ચંપાના ફૂલ ન ચડાવો. માનવામાં આવે છે કે આ ફૂલને ભગવાન શિવે શાપિત કર્યા હતાં.

શિવલિંગ પર સૌપ્રથમ પંચામૃત ચડાવવું જોઇએ. પંચામૃત એટલે કે દૂધ, ગંગાજળ, કેસર, મધ અને જળનું મિશ્રણ. સાથે જ શિવલિંગ પર બિલીપત્ર પણ ચડાવો.

ભગવાન શિવને દૂધ, ગુલાબજળ, દહી, મધ, ઘી, ખાંડ અને જળ ચડાવતાં તિલક લગાવો. ભોળાનાથને કોઇપણ ફળ અર્પણ કરી શકાય છે પરંતુ તેમાં પણ વિશેષરૂપે બોર જરૂર ચડાવો કારણકે બોરને ચિરકાળનું પ્રતિક માનવામાં આવે છે.

એવી  માન્યતા છે કે શિવલિંગ અથવા શિવજીની મૂર્તિ પર ફક્ત સફેદ રંગના ફૂલ ચડાવવા જોઇએ કારણકે ભોળાનાથને સફેદ રંગના ફૂલ પ્રિય છે. શિવરાત્રી પર ભોળેનાથને પ્રસન્ન કરવા માટે ચંદનનું તિલક કરો. શિવલિંગ પર ક્યારેય કંકુનું તિલક ન કરો.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter